વડોદરાની સુમનદીપ યુનિ.માં રેગિંગ મામલે 3 ડોક્ટરોને માત્ર 3 મહિના માટે સસ્પેન્ડ, પીડિતની કોર્ટમાં જવાની ચીમકી
વડોદરા: સુમનદીપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિકના માસ્ટર્સમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટનામાં યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 19 ડિસેમ્બરની આ ઘટના મામલે…
ADVERTISEMENT
વડોદરા: સુમનદીપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિકના માસ્ટર્સમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટનામાં યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 19 ડિસેમ્બરની આ ઘટના મામલે યુનિવર્સિટીએ હવે પગલા લેતા 3 સીનિયર વિદ્યાર્થીઓને માત્ર 3 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જોકે યુનિવર્સિટીના આ નિર્ણયથી ફરિયાદી વિદ્યાર્થી અને તેના વાલી સહમત નથી.
આ 3 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા
સુમનદીપ યુનિવર્સિટીમાં જુનિયર વિદ્યાર્થીની રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. માસ્ટર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ફરિયાદ કરતા રેગિંગ કમિટીએ તપાસના અંતે ડો. હાર્દિક નાયક, ડો. ક્ષેમાંકર શાહ, ડો. ગૌરવ વોડાદરિયાને 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આટલી સજાના નિર્ણયથી નાખુશ વિદ્યાર્થી અને વાલી રેગિંગ કમિટીના નિર્ણય સામે કોર્ટના દરવાજા ખખડાવી શકે છે.
ADVERTISEMENT
3 મહિનાની સજાનો નિર્ણયથી પીડિત નારાજ
પીડિત વિદ્યાર્થીના કહેવા મુજબ ત્રણેય સીનિયર વિદ્યાર્થીઓને 2 મહિનાની તપાસ બાદ ટેમ્પરરી સસ્પેન્ડ કરાયા હતા. ત્યારથી જ આ 3 મહિનાનું એકેડેમિક સસ્પેન્શન ગણવામાં આવશે. એટલે આગામી એપ્રિલમાં તેમનું સસ્પેન્શન ખતમ થઈ જશે. એવામાં તે આગામી દિવસમાં કોર્ટમાં પણ ફરિયાદ કરી શકે છે. વિદ્યાર્થીઓને કરવામાં આવેલી આ સજાથી તેમના પ્રેક્ટિકલ પર કોઈ અસર થશે અને નિર્ણય તેમની તરફેણમાં લેવામાં આવ્યો છે. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પરની ફરિયાદને પણ યુનિવર્સિટીએ નજરઅંદાજ કરી દીધી છે. જેને લઈને UGCમાં ફરિયાદ નોંધાવાઈ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT