ગણેશ યાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસા ભડકી, બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થતા સ્થિતિ બેકાબૂ બની

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ અત્યારે રાજ્યમાં શ્રાવણ માસ પછી હવે ગણેશોત્સવની તડામાર તૈયારીઓએ જોર પકડ્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર ગણેશ ભગવાનની મૂર્તીઓના ખરીદ, વેચાણની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેવામાં વડોદરામાં મોડી રાત્રે સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠતા ચકચાર મચી ગઈ હતી. ગણેશ યાત્રા દરમિયાન બે સમુદાયાના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારપછી પથ્થરમારાની ઘટના બની હતી. જોકે ત્યારપછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સાંપ્રદાયિક હિંસાએ માહોલ બગાડ્યો
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે સાંપ્રદાયિક હિંસા ભડકી ગઈ હતી. આ દરમિયાન 2 સમુદાયો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને પથ્થરમારો થયો હતો. જેના પરિણામે સ્થિતિ વણસી ગતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટના ગણેશ યાત્રા દરમિયાન થઈ હતી. જેમાં આસપાસના નાના મોટા સ્ટોલને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો
ગણેશ યાત્રા પર પથ્થરમારો થતા આસપાસ મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. આ દરમિયાન ગણેશ ભગવાનની મૂર્તીને સુરક્ષિત રીતે પંડાલ સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારપછી પથ્થરમારો કરનારા લોકોને પકડવા માટે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી દીધી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT