અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ચૂંટણી ન જીતાય, કોંગ્રેસના ગઢમાં પુરૂષોત્તમ રૂપાલાનો હુંકાર…

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ /ખેડા: કોંગ્રેસના ગઢ સમાન બોરસદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીના પ્રચાર માટે કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા બોરસદ પહોંચ્યા હતા. જ્યાં ઉમેદવાર સાથે પ્રચારમાં પણ જોડાયા બાદ તેમણે મંદિરે દર્શન કરી સભાને સંબોધી હતી. મહત્ત્વનું છે કે ભાજપ દ્વારા હવે ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે અને જે અંતર્ગત જ આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ બોરસદના ઝારોલા ગામમાં જંગી જાહેર સભાને ગજવી હતી. પુરુષોત્તમ રૂપાલાએ આ સભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી અને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.

રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોરોના વેક્સિન મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે,” આ લોકો કોરોનાનાં આ સંકટમાં દેશની જનતાને સાથ આપવાને બદલે ગુમરાહ કરવાની કોશિશ કરતા હતા. આપણા વૈજ્ઞાનિકોએ વેક્સિનની શોધ કરી તો આ લોકો એવું નિવેદન કરતા હતા કે આ તો ભાજપની વેક્સિન છે અમે નહીં લગાવીએ. કેટલાક લોકોએ તો એટલી હદ વટાવી દીધી હતી કે વેક્સિન લેશો તો નપુંસક થઈ જશો તમે વિચાર તો કરો હું સમજી શકું છું કે તમે વડાપ્રધાનને તથા ભાજપને અભિનંદન ન આપો એવા મોટા કલેજા નથી પરંતુ દેશના વૈજ્ઞાનિકોને તો અભિનંદન આપવા જોઈએ.

રૂપાલાએ વધુમાં કહ્યું કે આવા લોકોએ તે વૈજ્ઞાનિકોને પણ અભિનંદન ન આપ્યું અને એની શોધને ભાજપની વેક્સિન કહીને અપમાન કરવાનો જે પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

પુરૂષોત્તમ રૂપાલાએ AAP પર કર્યા પ્રહારો
એટલું જ નહીં પુરુષોત્તમ રૂપાલા એ આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી હતી અને અપશબ્દ બોલનારા આમ આદમી પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષોને પાઠ ભણાવવો જોઈએ. એક પાર્ટી એ તો ચૂંટણીની અંદર ગાળો બોલવા નો ઉપાડો લીધો છે. ચૂંટણીમાં એ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પર અપશબ્દોના પ્રહાર કરવાનો.

રૂપાલાએ વધુમાં કહ્યું કે G20નું અધ્યક્ષ પદ ભારતને સોપતું હોય અને આનો તાજ નરેન્દ્ર મોદીને મળતો હોય તેવા દ્રશ્યો આપણે તાજેતરમાં જ જોયા. તેવામાં શું આવી અભદ્ર ભાષાનો પ્રયોગ તેમના પર કરવો કેટલો યોગ્ય ગણાય! આની સાથે તેમણે આમ આદમી પાર્ટી પર નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. કહ્યું કે આમ ગાળો આપીને મત તમે લઈ જશો એવી ધારણા ખોટી છે. ગુજરાતની જનતાને તમે શું ગણો છો?

મહત્ત્વનું છે કે બોરસદ વિધાનસભા બેઠક એ કોંગ્રેસનો ગઢ છે અને આમાં ગાબડું પાડવા માટે ભાજપ સતત પ્રયાસ કરી રહ્યું છે. ભાજપ દ્વારા અહીં એકપછી એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને પુરુષોત્તમ રૂપાલા એ પણ જાહેર સભા સંબોધીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT