ઉર્વશી ધોળકિયાની કારને મુંબઈમાં નડ્યો અકસ્માત, સ્કૂલ બસે કારને લીધી હડફેટે

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ઉર્વશી ધોળકિયાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉર્વશી ધોળકિયાની કારને મુંબઈમાં અકસ્માત નડ્યો હતો. જોકે આ અકસ્માતમાં ઉર્વશી ધોળકિયાને ગંભીર ઈજા થઈ નથી. શનિવારે ઉર્વશી ધોળકિયા પોતાની કારમાં મીરા રોડ પર આવેલ ફિલ્મ સ્ટુડિયોમાં શૂટિંગ કરવા જઈ રહી હતી. દરમિયાન બાળકોને લઈ જઈ રહેલી એક સ્કૂલ બસે પાછળથી ઉર્વશી ધોળકિયાની કારને ટક્કર મારી હતી.

આ ટક્કર ખૂબ જ જોરદાર હતી. જોકે, અભિનેત્રી સહિતનો સ્ટાફ અકસ્માતમાં માંડ માંડ બચ્યો છે. હજુ સુધી ઉર્વશીએ સ્કૂલ બસ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો નથી. ઉર્વશી કહે છે કે આ માત્ર એક અકસ્માત હતો. ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. ડોક્ટરે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે.

બિગ બોસ 6ની વિજેતા રહી ચૂકી ઉર્વશી ધોળકિયા
સુપરસ્ટાર સલમાન ખાનના પ્રખ્યાત શો બિગ બોસ સીઝન 6 ની વિજેતા ઉર્વશી ધોળકિયાએ અન્ય ટીવી સિરિયલોમાં પણ પોતાના અભિનયની છાપ છોડી છે.   ઉર્વશીએ ‘કસૌટી ઝિંદગી કી, નાગિન 6 અને ચંદ્રકાંતા’ જેવી ઘણી સીરિયલ્સ સામેલ કરી છે. જોકે, ઉર્વશી ધોળકિયાને કસૌટી ઝિંદગીમાં કોમોલિકાના રોલથી સૌથી વધુ લાઇમલાઇટ મળી હતી.

ADVERTISEMENT

આ કારણે પણ છે ચર્ચામાં
ઉર્વશી માત્ર તેના પ્રોફેશનલ ફ્રન્ટથી જ નહીં પરંતુ તેની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહી હતી. કહેવાય છે કે ઉર્વશીના લગ્ન 16 વર્ષની ઉંમરે થયા હતા. જ્યારે ઉર્વશી 17 વર્ષની હતી ત્યારે તેણે બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. બંનેના નામ સાગર અને ક્ષિતિજ હતા. લગ્નના બે વર્ષ બાદ જ ઉર્વશી તેના પતિથી અલગ થઈ ગઈ હતી. છૂટાછેડા થઈ ગયા. આ પછી ઉર્વશીએ ક્યારેય લગ્ન કર્યા નથી. બીજા લગ્ન વિશે ક્યારેય વિચાર્યું નથી.

આ પણ વાંચો: અમેરિકાએ ચાઈનીઝ જાસૂસ બલૂનને તોડી પાડ્યું, બિડેનની મંજૂરી બાદ કાર્યવાહી

ADVERTISEMENT

જોકે, ઉર્વશીનું નામ એક્ટર અનુજ સચદેવા સાથે જોડાયું હતું. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા હતા, પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. ઉર્વશી પણ અનુજ સાથે ‘નચ બલિયે’માં જોવા મળી હતી.  ઉર્વશીનું નામ એક ઉદ્યોગપતિ સાથે પણ જોડાયું, પરંતુ એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ આને અફવા ગણાવી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT