કેન્દ્રિય મંત્રી રૂપાલાએ લુણાવાડા બેઠક પર પક્ષ છોડી અપક્ષમાં જનારને લીધા આડે હાથ, કાઢી ઝાટકણી 

ADVERTISEMENT

gujarattak
social share
google news
વીરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ સાથે બીજા તબક્કાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દિવસ રાત એક કરી રહ્યા છે. આ દરમિયાન લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર જીગ્નેશભાઈ સેવકના સમર્થનમાં કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મધવાસ ખાતે જંગી સભાને સંબોધી હતી.  જેમઆ તેમણે પક્ષ છોડી અપક્ષમાં જનારને આડે હાથ લીધા હતા અને જાહેર સભામાં ઝાટકણી કાઢી.
રૂપાલાએ પ્રચંડ બહુમતિથી લુણાવાડા બેઠક પર જીગ્નેશ સેવકને જીતાડી ગાંધીનગર મોકલવા અપીલ કરતા જણાવ્યું કે પહેલી વખત જ્યારે હું આવ્યો હતો ત્યારે જિગ્નેશ સેવકના  કામનો અનુભવ નહોતો હવે તો સેવકનું કામ પણ સેવક જેવું છે. એનો અનુભવ તો બધાએ કર્યો હશે. હમણાં હમણાં અપક્ષ ઉમેદવારો વાતો ફેલાવે છે કે મતદારો હમણાં અમને મત આપો પછી અમે ભાજપમાં જ આવવાના છીએ તો તમારે ભાજપમાં જ જવું છે તો અત્યારે જ ભાજપના ભેગા જ બેસો ને..ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ  ચોરી કરવા આવે એ એમ કરે ખરો કે હમણાં ચોરી કરી લઈ જાયને પછી પાછા આપી જાય એટલે આવા લોકોથી ચેતજો.
એક વાર સસ્પેન્ડ કર્યા એ કેન્સલ કરાવી તો જુવો
ભાજપે એમને ઘણું આપ્યું હતું પણ એમણે ભાજપ સાથે ગદ્દારી કરી છે. અત્યારે અમુક નાની નાની ચીજો હમણાં એમ કહે છે કે અમે એમનેમ થોડા નીકળ્યા છીએ અમારી સાથે પીઠબળ મોટું છે તો પીઠબળવાળાને આગળ કરીને જુવો તો ખબર પડે, એકવાર જેને સસ્પેન્ડ કર્યા એ કેન્સલ કરાવી તો જુવો. તમે તમારા નામે મત માંગી જુવો ભાજપ ના નામે શું નીકળી પડ્યા છો. આમ ભાજપ પક્ષ છોડી અપક્ષ ઉમેદવારી કરનાર ને આડે હાથ લઈ આવા લોકોની પક્ષમાં કોઈ સ્થાન નથી તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
રૂપાલાએ  કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસને મૂળિયા સાથે ઉખાડી નાખવા અપીલ કરી હતી.વધુમાં તેમણે મોદી સરકારની આયુષ્માન ભારત સહિતની જનકલ્યાણકારી યોજનાઓ વિષે તેમના આગવા અંદાજમાં લોકોને રસ તરબોળ કર્યા હતા. યુક્રેનના ઉદાહરણ સાથે મોદીએ સાચા અર્થમાં ભારત દેશનું નામ વિજય વિશ્વ તિરંગા પ્યારા કરી બતાવ્યું છે. તેમણે પાંચમી ડિસેમ્બરે પહેલું કામ પતિ પત્નીને લક્ષ્મીનારાયણ સ્વરૂપે તેમજ યુવાવર્ગને જંગી મતદાન કરવા અપીલ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT