કોંગ્રેસમાં વધુ બે ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા, રઘુ શર્માના ઘરે ડેમેજ કન્ટ્રોલ માટે બેઠક યોજાઈ
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણો પડી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં જ કોંગ્રેસના બે ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણો પડી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં જ કોંગ્રેસના બે ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે બીજા પણ બે ધારાસભ્યો પક્ષથી નારાજ હોવાની વાત સામે આવી રહી હતી. 2017માં 77 બેઠક જીતનારી કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો ભાજપમાં જતા હવે પક્ષે ડેમેજ કન્ટ્રોલ કરવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.
બે ધારાસભ્યો હજુ કોંગ્રેસમાં નારાજ હોવાની ચર્ચા
સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવા અને ભાવેશ કટારા બંને પક્ષથી નારાજ હતા. તેમના ભાજપના જવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. ત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ ડેમેજ કન્ટ્રોલ રોકવામાં સફળ થયા છે. ડો. રઘુ શર્માના ઘરે કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં આ બંને ધારાસભ્યોને મનાવી લીધા હોવાનું સામે આવી રહ્યું છે. જે બાદ હાલમાં આ બંને ધારાસભ્યો કોંગ્રેસમાં જ રહેશે. બીજી તરફ આ બેઠકમાં ઉમેદવારોની યાદીને લઈને પણ ચર્ચા થઈ હતી. ત્યારે આગામી 24 કલાકમાં જ કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે.
5 વર્ષોમાં 19 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની સમસ્યા સતત વધી રહી છે. આ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના ધારાસભ્ય સતત પક્ષ પલટો કરી અને કોંગ્રેસને ઝટકા આપતા આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકની વાત કરવામાં આવે તો 2017માં ભાજપ પાસે ફક્ત 99 બેઠક હતી જ્યારે હવે 112 બેઠક થઈ ચૂકી છે. જ્યારે કોંગ્રેસ 77 પરથી 60 પર આવી ચૂકી છે.
ADVERTISEMENT
કોંગ્રેસના આટલા ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
- ભગવાન ભાઈ બારડ- તલાલા વિધાનસભા બેઠક
- કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
- જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
- અલ્પેશ ઠાકોર- રાધનપુર વિધાનસભા બેઠક
- પ્રવિણ મારુ- ગઢડા વિધાનસભા બેઠક
- બ્રિજેશ મેરજા- મોરબી વિધાનસભા બેઠક
- સોમાભાઈ પટેલ- લીંબડી વિધાનસભા બેઠક
- આશાબેન પટેલ- ઊંઝા વિધાનસભા બેઠક
- જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
- મંગળ ગાવિત- ડાંગ વિધાનસભા બેઠક
- જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
- પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક
- પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા વિધાનસભા બેઠક
- અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
- અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
- ધવલસિંહ ઝાલા- બાયડ વિધાનસભા બેઠક
- વલ્લભ ધારવિયા – જામનગર વિધાનસભા બેઠક
- હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક
- મોહનસિંહ રાઠવા- છોટા ઉદેપૂર બેઠક
ADVERTISEMENT