VIDEO: ટ્રક ચાલકે કારને ટક્કર મારીને 3 KM સુધી ઢસડી, લોકો બુમો પાડતા રહ્યા પણ ડ્રાઈવર ઊભો ન રહ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં હચમચાવી મૂકતો મામલો સામે આવ્યો છે. એક દારૂડિયા ટ્રક ડ્રાઈવરે ફિલ્મી સ્ટાઈલમાં કારને કેટલાય કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો. રોડ પર લોકો બૂમો પાડીને તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ડ્રાઈવર ન રોકાયો. કારમાં બેઠેલા 4 યુવકો ગમે તેમ કૂદી ગયા અને પોતાનો જીવ બચાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. મામલાની જાણ થતા જ પોલીસ એક્શનમાં આવી અને ડ્રાઈવરને ગમે તેમ કરીને રોક્યો અને કસ્ટડીમાં લઈ લીધો.

કારમાં ચાર વ્યક્તિઓ સવાર હતા
મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી ટ્રક ડ્રાઈવર કારને ઢસડીને લઈ ગયો. ટ્રક ડ્રાઈવર દારૂના નશામાં હતો અને તેને કંઈ સમજાઈ રહ્યું નહોતું. કારમાં સવાર યુવકોએ તેમાંથી કૂદી ગયા અને જીવ બચાવ્યો. આ બાદ પણ ડ્રાઈવરે બ્રેક ન મારી. પોતાનો જીવ બચાવવા કારમાંથી કૂદેલા યુવકોને સામાન્ય ઈજા પહોંચી હતી, હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આરોપી ડ્રાઈવરને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને ટ્રકને પણ જપ્ત કરી લીધો છે.

ADVERTISEMENT

આરોપી ટ્રક ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડ્યો
પરતાપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, આરોપી ડ્રાઈવરનું નામ અમિત છે. જે અલીપુર મોરના હસ્તિનાપુરનો રહેવાસી છે. આરોપીનું આ રીતે ડ્રાઈવ કરવું ગેરકાયદેસર છે. આ કોઈ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. કસ્ટડીમાં લેવાયેલા ડ્રાઈવર વિરુદ્ધ જો કાર ચાલક ફરિયાદ નહીં નોંધાવે તો પોલીસે પોતે આરોપી સામે કેસ કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT