ધાંગધ્રા બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ, જાણો આ સીટનું સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે વેઢે ગણવા જેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ ગુજરાતની ચૂંટણી જીતવા માટે દિવસ રાત એક કરી દીધા છે. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી પૂરું ફોકસ કર્યું છે. દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાત પર તેમની નજર છે. આ દરમિયાન ગુજરાતની જનતા નક્કી કરશે કે કોને સત્તા સોંપવી. વિધાનસભાની ધાંગધ્રા  બેઠકનું ધાંગધ્રાની સ્થાપન 287 વર્ષ પહેલા થઈ હતી. આ બેઠકની રસપ્રદ વાત એ છે કે અપક્ષ ઉમેદવાર સતત ત્રણ ટર્મ સુધી જીત્યા છે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ સહિત જનતા દળ અને SWA પક્ષ પણ ચૂંટણી જીતી ચૂક્યા છે.

ઇતિહાસ
ધાંગધ્રાનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. ધાંગધ્રાની સ્થાપન આજથી 287 વર્ષ વહેલા થઈ હતી. વર્ષ 1735 માં ધ્રાંગધ્રાની સ્થાપના કરવામાં આવી હતી. પહેલા ધ્રાંગધ્રાનુ નામ કુવા, હળવદ હતું જો કે પછીથી તેનુ નામ ધ્રાંગધ્રા-હળવદ કરવામાં આવ્યું.આઝાદી પહેલા વર્ષ 1925માં ભારતની સૌપ્રથમ સોડાએશ ફેક્ટરી અહીં સ્થાપવામાં આવી હતી. ત્યારબાદ 1939 માં તેને શ્રેયાંશ પ્રસાદ જૈને હસ્તગત કરીને ધ્રાંગધ્રા કેમિકલ વર્કસ નામ આપ્યું હતું. વર્ષ 1948માં ધ્રાંગધ્રા સૌરાષ્ટ્ર વિસ્તાર ઝાલાવાડ જિલ્લાનો ભાગ બન્યું અને 1956માં તેનો સમાવેશ ગુજરાતમાં કરવામાં આવ્યો હતો.

ભાજપનો ગઢ
ધાંગધ્રા બેઠક ભાજપનો પરંપરાગત ગઢ સમાન રહી છે. આ બેઠક પર ભાજપનો દબદબો છે. વર્ષ 1995, 1998 અને 2002માં આઈ.કે.જાડેજા જીત્યા બાદ 2007 માં તેઓ હારી ગયા હતા. વર્ષ 1995 થી છેલ્લી પાંચ ચુંટણીમાં ચાર વખત ભાજપને જીત મળી છે, વર્ષ 2007 માં કોંગ્રેસના હીરાભાઈ પટેલ જીત્યા હતા, જોકે વર્ષ 2012માં ભાજપના જયંતીભાઈ કવાડિયાએ જીતીને ભાજપની બેઠક પુનઃ મેળવી હતી તેમજ રાજ્ય સરકારમાં તેઓ ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ સંભાળી ચુક્યા છે.

ADVERTISEMENT

2017ની ચૂંટણી
વર્ષ 2017ની ચૂંટણી પહેલા જ ભાજપના નેતા જયેશ પટેલે ચુંટણી નહિ લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જયેશ પટેલની જગ્યા એ ભાજપમાંથી અન્ય ઉમેદવાર તરીકે જેરામભાઈ સોનાગરાને ચુંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જો કે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતી આ બેઠક કોંગ્રેસે છીનવી લીધી હતી. આ બેઠક પર 13000+ મતોની સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર પરસોત્તમ સાબરિયા ચૂંટણી જીત્યા હતા.

2019માં કોંગ્રેસના હાથમાંથી સરકી બેઠક
ગુજરાતમાં વર્ષ 2017માં કોંગ્રેસે ઉમદા દેખાવ કર્યો હતો. પરંતુ કોંગ્રેસને રાજીનામાનું ગ્રહણ નડ્યું હતું. વર્ષ 2022 સુધીમાં કોંગ્રેસે 20 થી વધુ ધારાસભ્ય ગુમાવ્યા હતા. જેમાંથી ધાંગધ્રા બેઠકના ધારાસભ્ય પણ એક છે. ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ઉમેદવાર અને ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને તે ભાજપમાં જોડાયા હતા. જેના કારણે વર્ષ 2019માં અહીં ફરીથી પેટાચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ સાબરિયાને 34000થી વધુ મતથી વિજય મળ્યો હતો.

ADVERTISEMENT

જાતિગત સમીકરણ
ધાંગધ્રા વિધાનસભા બેઠક પર કોળી ઠાકોર સમાજનું 28 થી 30 ટકા જેટલું મતદાન છે. જ્યારે દલવાડી સમાજનું 13 થી 15 ટકા જેટલું મતદાન તેમજ પટેલ સમાજનું 17 થી 20 ટકા જેટલું મતદાન અને અન્ય સમાજનું 45 થી 55% જેટલું મતદાન હોય ત્યારે આ બેઠક પર ભાજપ દ્વારા પાટીદાર અગ્રણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે આ અલગ અલગ સમાજના સમીકરણો ની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ ઠાકોર સમાજનું વોટ બેંક દરેક પાર્ટી માટે આધારભૂત હોય છે તેમજ સાથે સાથે દલવાડી સમાજની વોટ બેંક પણ એટલી જ અસરગ્રસ્ત બનતી હોય છે ત્યારે હવે જોવાનું રહેશે કે આયાતી પાટીદાર ઉમેદવાર તરફ આ બંને સમાજ સહકારી બનશે

ADVERTISEMENT

વિવાદ અને જરૂરિયાત 
ધ્રાંગધ્રા તાલુકામાં પાણી પ્રશ્ને ખેડુતો અને પશુપાલકો દ્વારા સંગઠ્ઠીત થઈને વિરોધ વ્યકત કર્યો હતો. તાજેતરમાં રામપરા પછી નારીચાણા ગામે વિવિધ તાલુકાના 18 ગામના ખેડુતો-પશુપાલકોની બેઠક યોજીને પાણી પ્રશ્ને આક્રોશ વ્યકત કરવામાં આવેલ હતો. નર્મદાનું પાણી ન અપાય તો આંદોલન શરૂ કરીને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી આપવામાં આવી હતી.

ધ્રાંગધ્રા, મુળી, વઢવાણ તાલુકામાં ઉનાળા દરમ્યાન પાણીની અછત સર્જાય છે ગ્રામ વિસ્તારોમાં તળાવો ખાલી થઈ જતા પીવાના પાણી માટે મહિલાઓને ઠેરઠેર ભટકવું પડે છે. ઉનાળુ પાકને પાણી પાવાનું ખેડુતો માટે મુશ્કેલ બને છે આથી ખેડુતો અને પશુપાલકોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળે છે. આ બાબતે ખેડુતો, પશુપાલકો, અને ગામડાઓના સરપંચો દ્વારા સંગઠ્ઠીત થઈને જાગૃતી લાવવા માટે ગામે ગામ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા રામપરા ગામે ખેડુતો-પશુપાલકોની બેઠક યોજાઈ હતી જેમાં પાણી પ્રશ્ને આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો.

મતદાર
આ સીટ ઉપર પુરુષ મતદારો ની સંખ્યા 161045 જ્યારે સ્ત્રી મતદારો 147907 અન્ય મતદારો 6 કુલ મળી 308958 મતદારો ઉમેદવાર નું ભાવિ નક્કી કરશે.

2022ની ચૂંટણીના 13 ઉમેદવારો મેદાન પર 
કોંગ્રેસ- ગુંજારીયા છત્રસિંહ
ભાજપ- પ્રકાશ વરમોરા
આપ- વાઘજી કૈલા
અપક્ષ- જેરામભાઈ ચૌહાણ
અપક્ષ- વિનુભાઈ ચાવડા
અપક્ષ- ગોવિંદભાઇ મકવાણા
બસપા- જયરાજ સમ્રાટ
બહુજન મુક્તિ પાર્ટી- કાનજીભાઇ પરમાર
અપક્ષ- રાજુબેન પરમાર
અપક્ષ- લાલજીભાઇ સુરેલા
અપક્ષ- શાંતિલાલ મકવાણા
અપક્ષ- નાઝીરહુસૈન બોબડા
અપક્ષ- ઉકભાઈ મકવાણા

બેઠકનો રાજકીય ઇતિહાસ
ધાંગધ્રા બેઠક પર અત્યસુધીમાં કુલ 14 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાંથી કોંગ્રેસ ફક્ત 4 વખત ચૂંટણી જીત્યું છે જ્યારે ભાજપ 5 વખત ચૂંટણી જીત્યું છે. અપક્ષ નગીનદાસ શાહ ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. જ્યારે જનતા દળ અને એસડબલ્યુએ એક વખત ચૂંટણી જીત્યા છે.

વર્ષ- વિજેતા ઉમેદવારનુ નામ- પક્ષ
2019- પરસોત્તમ સાબરિયા- બીજેપી
2017- પરસોત્તમ સાબરિયા- કોંગ્રેસ
2012- કવાડિયા જયંતિભાઈ- બીજેપી
2007- પટેલ હરિલાલ- કોંગ્રેસ
2002- આઈ કે જાડેજા- બીજેપી
1998- આઈ કે જાડેજા- બીજેપી
1995- આઈ કે જાડેજા- બીજેપી
1990- પટેલ છગનલાલ- જનતાદળ
1985- સંઘવી અરવિંદ- કોંગ્રેસ
1980- શાહ નગીનદાસ- અપક્ષ
1975- શાહ નાગીનદાસ- અપક્ષ
1972- શાહ નાગીનદાસ – અપક્ષ
1967- મોરાજી- એસડબલ્યુએ
1962- શુક્લ લાભાશંકર- કોંગ્રેસ

    follow whatsapp

    ADVERTISEMENT