આદિવાસીઓના નાયક ચૈતર વસાવા ફુલઓન એક્શનમાં, ST વિભાગ બાદ જુઓ આ અધિકારીઓનો લીધો ઉઘડો
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા પછી ફુલઓન એક્ટિવ મોડમાં જોવા મળે છે. પ્રજાના પ્રશ્નોને લઈને એક-બાદ એક અધિકારીઓનો ઉઘળો…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા પછી ફુલઓન એક્ટિવ મોડમાં જોવા મળે છે. પ્રજાના પ્રશ્નોને લઈને એક-બાદ એક અધિકારીઓનો ઉઘળો લેતા ચૈતર વસાવા જોવા મળે છે. હવે ચૈતર વસાવાએ વીજ વિભાગના અધિકારીઓના ક્લાસ લીધા છે. વીજળીનું કનેક્શન ખેડૂતોને ન મળતા અધિકારીઓના ક્લાસ લેવાયા છે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં આદિવાસી ખેડૂતોને વીજળની કનેક્શન ન મળતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોના પગલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વીજ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના મત વિસ્તારમાં પાંચ વર્ષથી ખેતીવાડીની 1039 અરજીઓ પેન્ડિંગ છે. છેલ્લા 12 દિવસથી જંગલ વિસ્તારમાં આવેલા ગામોમાં વીજળી નથી. ધારાસભ્ય ચૈતર વસાવા સરકાર પાસે પ્રપોઝલ મુકશે. આ સાથે જે રીતે આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હીમાં જે રીતે 300 યુનિટ વીજળી મફત આપે છે તેવી રીતે ગુજરાતમાં આપવા માટે માગ કરવામાં આવશે.આ ઉપરાંત આદિવાસી ખેડૂતોને દિવસે 12 કલાક એગ્રીકલ્ચર લાઈનમાં વીજળી મળે તેવી પણ માગ કરશે. ત્યારે જોવાનું એ રહેશે કે જે રીતે એસટી વિભાગે વસાવાની ચીમકી પર ધ્યાન આપી એસટી બસના રુટ તાત્કાલિક શરુ કર્યા એ રીતે જ હવે શું સરકાર ખેડૂતો માટે ચૈતર વસાવાની આ માગને કેટલા સમયમાં પૂર્ણ કરશે.
આદિવાસીઓના હીરો ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અગાઉ બસના રુટ બંધ કરી દેવાતા વસાવાએ એસટી નિગમના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને બંધ થયેલા તમામ રુટ ચાલુ કરવા માટે ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સાથે જ તેમણે અધિકારીઓને કહ્યું હતું કે, દેડિયાપાડામાં જો બસ તત્કાલ શરુ કરવામાં નહીં આવે તો અંકલેશ્વર ડેપોની તમામ બસો હાઈજેક કરવામાં આવશે.ત્યારે ફરી એકવાર ફરી ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા માટે ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. ધારાસભ્ય તરીકે તેમના વિસ્તારના લોકોને કોઈ સમસ્યા ન થાય તે જોવાનું તેમનો ઉદ્દેશ છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થઈ ગઈ છે અને સરકાર રચાઈ ગઈ છે. હવે જીતેલા નેતાઓ પોત પોતાને કામે લાગી ગયા છે. ત્યારે ડેડીયાપાડા વિધાનસભાના યુવાન ધારાસભ્ય ચૈતર વસાવા આ વિસ્તારના આદિવાસી મતદારો માટે સાચા નાયક તરીકે ઉભરી આવ્યા છે. જેઓ સ્થાનિક લોકોના પ્રશ્નોનો તાબડતોબ નિકાલ કરી રહ્યા છે.
કોંગ્રેસ-ભાજપના ઉમેદવારોને કોઈ પણ રોડ શો કે સ્ટાર પ્રચારકો વગર મતદારોના વિશ્વાસથી ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાનું જંગી બહુમતીથી જીત થઈ હતી. લોકોએ વિશ્વાસ રાખી ચૈતર વસાવાને ધારાસભ્ય બનાવ્યા ત્યારે તેમની અપેક્ષા પુરી કરવાની ફરજ સમજી ધારાસભ્ય ચૈતર વસાવા હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT