89 બેઠકો પર પ્રચારનો આજે છેલ્લો દિવસ, પ્રચારના પડઘમ શાંત થતા પહેલા એડીચોટીનું જોર લગાવશે નેતાઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર માટે આજે અંતિમ દિવસ છે. સાંજે 5 વાગ્યાથી રાજ્યના 19 જિલ્લાઓમાં ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે અને 1લી ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાશે. જોકે પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા છેલ્લી ઘડી સુધી નેતાઓ આજે સભાઓ ગજવશે.

ભાજપના નેતાઓ સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં પ્રચાર કરશે
ભાવનગરમાં આજે જે.પી નડ્ડાનો રોડ શો યોજાશે. જ્યારે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની માંડવી અને ગાંધીધામમાં ચૂંટણી પ્રચાર કરવા જશે. એક્ટર પરેશ રાવલ સાવરકુંડલામાં અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દાહોદ, ઠાસરા, કપડવંજ અને અમરાઈવાડીમાં 4 સભાઓ ગજવશે.

AAPનો કાર્યક્રમ
આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે સુરેન્દ્રનગર-બોટાદમાં રોડ શો કરશે. પ્રથમ તબક્કા માટે 19 જિલ્લાની 89 બેઠકો પર 1લી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. આ માટે 788 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા નેતાઓ છેલ્લે સુધી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરતા જોવા મળશે.

ADVERTISEMENT

PM મોદી ફરી આવશે ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં સભાઓ ગજવશે. બીજા તબક્કાની બેઠકો પર PMની જનસભા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી અને બીજી ડિસેમ્બરે PM છોટા ઉદેપુર, કાલોલ, હિંમતનગરમાં જનસભાને સંબોધશે. આ ઉપરાંત બીજી ડિસેમ્બરે અમદાવાદમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવેલું છે.

    follow whatsapp

    ADVERTISEMENT