અમિત શાહે કોને કહ્યું કે, ટોક-ટોક ન કરો; તમારી ઉંમરમાં આ વ્યવહાર યોગ્ય નથી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ બુધવારે લોકસભાના શિયાળુ સત્રમાં ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સની સમસ્યા પર વિગતવાર વાત કરી હતી. ચર્ચા દરમિયાન તેમના વતી ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ જ્યારે અમિત શાહ પોતાની વાત કરી રહ્યા હતા, ત્યારે એક સમય એવો પણ આવ્યો જ્યારે ટીએમસી સાંસદ સૌગતા રોય દ્વારા ટોકવાનું શરૂ કરી દેવાયું . આનાથી તેઓ નારાજ થઈ ગયા હતા.

અમિત શાહ કેમ ગુસ્સે થયા?
વાસ્તવમાં જ્યારે અમિત શાહ પોતાની સ્પિચ આપી રહ્યા હતા, ત્યારે ટીએમસી સાંસદ સૌગત રોયે વચ્ચે ટોકવાનું શરૂ કરી દીધું હતું. આવા અવરોધથી અમિત શાહ નારાજ થઈ ગયા અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વચ્ચે વાત કરવી યોગ્ય નથી. તમારી ઉંમર કે તમારી સિનિયોરિટી માટે આવો વ્યવહાર યોગ્ય નથી. તમારે બોલવું હોય તો હું બેસી જઉ છું. તમે 10 મિનિટ બોલો. વિષયની ગંભીરતાને સમજો.

ડ્રગ્સ મુદ્દે શાહે શું કહ્યું?
ત્યારપછી જ્યારે વિપક્ષના એક સહયોગીએ પૂછ્યું કે ગૃહમંત્રી કેમ નારાજ છે તો અમિત શાહે માત્ર એટલું જ કહ્યું કે તેઓ ગુસ્સે નથી પરંતુ ખુલાસો કરી રહ્યા છે. ક્યારેક વડીલોને પણ સમજાવવું પડે છે. આ પછી ગૃહમાં ટોકા-ટોકી બંધ થઈ ગઈ અને અમિત શાહે ડ્રગ્સના મુદ્દા પર પોતાનો વિચાર રાખ્યો હતો.

ADVERTISEMENT

અમિત શાહ તરફથી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી કે આ એક મુદ્દા પર તમામ પક્ષો એકજૂથ દેખાય છે. દરેક રાજ્યએ ડ્રગ્સની સમસ્યાને જડમૂળથી ઉખાડવા માટે કેન્દ્ર સાથે મળીને કામ કર્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT