વ્યાજખોરીના ખપ્પરમાં હોમાતા પરિવારને બચાવવા ભાવનર પોલીસ આકરા પાણીએ, ચાર વ્યાજખોરોને ઝડપી પાડયા
નીતિન ગોહેલ, ભાવનગર: જિલ્લામાં વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પોલીસ વ્યાજખોરીના ખપ્પરમાં હોમાતા પરિવારને બચાવવા ભાવનર પોલીસ આકરા પાણીએ જોવા મળી રહી…
ADVERTISEMENT
નીતિન ગોહેલ, ભાવનગર: જિલ્લામાં વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પોલીસ વ્યાજખોરીના ખપ્પરમાં હોમાતા પરિવારને બચાવવા ભાવનર પોલીસ આકરા પાણીએ જોવા મળી રહી છે. વ્યાજખોરી કરતા ચાર શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ,સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ સખત કાર્યવાહી હાથ ઘરી છે.
ગુજરાત રાજય સરકારનાં ગૃહ વિભાગ તરફથી સમગ્ર રાજયમાં વ્યાજખોરો વિરૂધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યની જનતામાં વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતિ લાવવાનાં હેતુથી સમગ્ર રાજયમાં જાહેર લોક દરબાર/જાહેર લોક સંવાદનું આયોજન કરવા તમામ જિલ્લાઓમાં સુચનાઓ આપવામાં આવી છે .જેને લઈને પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની ભાવનગર રેન્જ, ભાવનગર અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્રારા ભાવનગર, પોલીસ હેડ કવાટર્સ ખાતે જાહેર લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોપીને પકડવા કર્યાવહી હાથ ધરી હતી
આ જાહેર લોકસંવાદમાં કાર્યક્રમમાં પ્રજાને વ્યાજખોરો સામે કોઇ પણ પ્રકારનાં ડર કે શેર શરમ વગર આગળ આવી ફરિયાદ કરવા ખાતરી આપવામાં આવેલ.જે અંતર્ગત મુજબનાં પ્રજાજનોએ તેઓ સાથે વ્યાજખોરો દ્રારા કરવામાં આવતાં અમાનવીય કૃત્ય અંગે રજુઆત કરવામાં આવી હતી. જે અંગે તાત્કાલિક ફરિયાદીઓની ફરિયાદો લઇને આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો… વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લોકદરબાર યોજ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ
4 આરોપીને ઝડપી પાડ્યા
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડનાં સ્ટાફ તેમજ એસ.ઓ.જી. તથા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને જેતુભાઇ દડુભાઇ દેસાઇ,આલીંગભાઇ ભગુભાઇ હરકટ, સતવેન્દરસિંઘ ઉર્ફે સોનુ જસવંતસિંઘ રાઠોડ, રણજીતભાઇ ભાવસંગભાઇ પરમારને પકડી પાડી તેઓ પાસે ફરિયાદીઓનાં લેવામાં આવેલ ચેક, લખાણ વિગેરે દસ્તાવેજો મેળવવા માટે સખત સુચના આપવામાં આવી છે. પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હજી પણ વ્યાજખોરી આચરતા શખ્સોને પોલીસે ઝડપી લેવા ચકોગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT