Mimi Chakraborty Resigns: સાંસદ મિમી ચક્રવર્તીએ મમતા બેનર્જીને સોપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પોતાનું રાજીનામું પાર્ટીના વડા મમતા બેનર્જીને સોંપ્યું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સાંસદ મિમી ચક્રવર્તીએ આપ્યું રાજીનામું
TMCના વડા મમતા બેનર્જીને સોંપ્યું રાજીનામું
TMCના સ્થાનિક નેતૃત્વથી નારાજ મિમી ચક્રવર્તી
Mimi Chakraborty Resigns: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પોતાનું રાજીનામું પાર્ટીના વડા મમતા બેનર્જીને સોંપ્યું છે. સાંસદ મિમી ચક્રવર્તીનું કહેવું છે કે, તેઓ પોતાની સીટ પર TMCના સ્થાનિક નેતૃત્વથી નારાજ છે. તમને જણાવી દઈએ કે તેમણે પોતાનું રાજીનામું લોકસભા સ્પીકરને સોંપ્યું નથી, તેથી ટેકનિકલી તેમણે માત્ર પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. આને ઔપચારિક રાજીનામું ગણવામાં આવશે નહીં.
TMC MP Mimi Chakraborty resigns from the post of MP. Details awaited. pic.twitter.com/LbTfpQdkxv
— ANI (@ANI) February 15, 2024
જાદવપુર બેઠક પરથી જીત્યા હતા ચક્રવર્તી
2019ની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તી જાદવપુર બેઠક પરથી જીત્યા હતા. મિમી ચક્રવર્તીએ કહ્યું કે, તેઓ પોતાની સીટ પર સ્થાનિક TMC નેતૃત્વથી નાખુશ છે. મિમી ચક્રવર્તી બંગાળી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મિમી ચક્રવર્તીનો જન્મ 11 ફેબ્રુઆરી 1989ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો.
ADVERTISEMENT
2012માં ફિલ્મ કરિયરની કરી હતી શરૂઆત
મિમી ચક્રવર્તીએ 2012માં ફિલ્મ ચેમ્પિયનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે બંગાળી ઉદ્યોગમાં 25થી વધુ સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. મિમી ચક્રવર્તીની લોકપ્રિયતા જોઈને ટીએમસીએ તેમને 2019માં પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકપ્રિયતાથી લડી હતી ચૂંટણી
મિમી ચક્રવર્તી સામે ચૂંટણી લડવા માટે ભાજપે અનુપમ હઝરાને ટિકિટ આપી હતી, જ્યારે વિકાસ રંજન ભટ્ટાચાર્ય સીપીએમ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ મિમી ચક્રવર્તીએ તમામને હરાવ્યા હતા.
ADVERTISEMENT