ટિકિટ વહેંચણી વિવાદથી ભાજપમાં ભડકો? ડેમેજ કંટ્રોલ માટે અમિત શાહ મેદાનમાં!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન 2 તબક્કામાં કરાયું છે. ત્યારે ભાજપે મોટાભાગે ઉમેદવારોની યાદી બહાર પાડી દેતા આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો એમ લાગી રહ્યું છે. ઘણા નેતાઓને ટિકિટ ન મળતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તથા કેટલાક નેતાએ તો અપક્ષમાંથી ચૂંટણી લડવાનું મન પણ બનાવી લીધું છે. મીડિયા અહેવાલો પ્રમાણે આ વિવાદને દૂર કરવા ભાજપ દ્વારા દિગ્ગજોને મેદાનમાં ઉતારાયા છે. તેવામાં અમિત શાહ પણ ડેમેજ કંટ્રોલ માટે રણનીતિ ઘડી શકે છે. આ અંગે તેમણે કામ પણ શરૂ કીધું હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમા પર…
મીડિયા અહેવાલો પ્રમાણે રવિવારે સાંજે અમિત શાહે ભાજપ કાર્યાલય કમલમ ખાતે 3થી 4 કલાક સુધીની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિવિધ ઝોનના મહા સચિવોએ પણ હાજરી આપી હોવાની માહિતી મળી રહી છે.

પ્રેમથી મનાવવા પ્રયત્ન કરવા ટકોર
નારાજ નેતાઓને મનાવવા માટે અત્યારે ભાજપના દિગ્ગજો પણ મેદાનમાં ઉતર્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે આ તમામ નેતાઓ ભાજપના પરિવારના સભ્યો હોવાથી તેમને પ્રેમથી મનાવવા ટકોર કરાઈ છે. અત્યારે અહેવાલો પ્રમાણે અમિત શાહ પણ ભાજપથી નારાજ ચાલી રહેલા વર્તમાન ધારાસભ્યો અને અન્ય નેતાઓને મનાવવા માટે બેઠકો કરી રહ્યા છે. અહીં જે બેઠકો પર અસંતોષની લાગણી પ્રસરી છે ત્યાં તેઓ સમિક્ષા બેઠક પણ કરી શકે છે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે ભાજપે દિગ્ગજોની ટીમ ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતારી છે. પરંતુ તેમ છતા જો કેટલાક નેતાઓમાં અસંતોષ રહ્યો તો ભાજપને આનાથી થોડુ ઘણું નુકસાન થવાના એંધાણ પણ જણાઈ રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT