BJPના પ્રદિપસિંહે કહ્યું- ગુજરાતને બંગાળ નહીં બનવા દઈએ, પથ્થર મારનારા સામે પોલીસે યોગ્ય પગલાં જ ભર્યા છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં નવરાત્રીમાં ગરબા રમતા સમયે ઉંઢેલા ગામમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે ઘટનાના મુખ્ય આરોપીઓને પોલીસે પકડી પાડ્યા અને જાહેરમાં ફટકાર્યા હતા. પોલીસની આ કાર્યવાહી સામે ઘણા સવાલો ઉઠ્યા હતા. પરંતુ આ મુદ્દે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના જનરલ સેક્રેટરી પ્રદિપસિંહ વાઘેલાએ ગુજરાતને બંગાળ નહીં બનવા દઈએ એવું નિવેદન આપ્યું હતું. વળી પોલીસે જે પગલા ભર્યા છે એને યોગ્ય ઠેરવ્યા હતા.

ભાજપના આકરા પ્રહારો…
ભાજપના જનરલ સેક્રેટરી પ્રદિપસિંહ વાઘેલાએ ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતની ધરતી પર ધાર્મિક તહેવારો દરમિયાન આ પ્રમાણે વલણ દાખવનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ગુજરાતને અમે બંગાળ બનવા નહીં દઈએ. અમે અહીંયા શાંતિ અને એકતાના પ્રતિક સ્થાપિત કરવા આવ્યા છીએ. કોઈપણ દ્રષ્ટિકોણથી જે પ્રમાણે મહિલાઓ અને બાળકો પર ગરબા દરમિયાન પથ્થરમારો થયો છે એ ઘટના ખોટી છે.

પોલીસની કાર્યવાહી અંગે આપ્યું નિવેદન…
પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું કે ગરબા ગાતા સમયે પથ્થરમારો કરવાની ઘટના શરમજનક છે. આવા પ્રમાણે શાંતિ ડહોળવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એની સામે પોલીસે કરેલી કાર્યવાહી પર સવાલો ન ઉઠાવવા જોઈએ. પોલીસે યોગ્ય પગલા જ ભર્યા છે.

ADVERTISEMENT

પોલીસે જાહેરમાં લાકડીથી તોફાનીઓને ફટકાર્યા હતા
નવરાત્રીની આઠમે ઉંઢેલા ગામમાં ગરબા રમવા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં કેટલાક લોકોએ ગરબા રમતી મહિલાઓ પર પથ્થરમારો કર્યો હતો જેમાં 6 જેટલી મહિલાઓને ઈજા પહોંચી ગતી. જે બાદ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરીને તેમને વીજળીના થાંભલા સાથે બાંધીને લાકડીથી માર મારવામાં આવ્યો હતો તથા જાહેરમાં લોકો પાસે માફી માગવા મજબૂર કરાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

With Input- સૌરભ વક્તાનિયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT