પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાની તબિયતને લઈને આવ્યા આ સમાચાર, જુઓ મેડિકલ બુલેટિનમાં તબીબોએ શું કહ્યું ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા ગઈકાલથી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું બીજુ સત્તાવાર મેડિકલ હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે. એ હેલ્થ બુલેટિનમાં લખ્યું છે કે, હીરાબાની તબિયત સુધારા પર છે.

પ્રધાનમંત્રી મોદીના માતૃશ્રીને જ્યારથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારથી લોકો પ્રાર્થના તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે. કદાચ એ જ પ્રાર્થનાઓની અસર આજે દેખાઈ રહી છે. આમ તો ગઈકાલથી જ પ્રધાનમંત્રીએ હૉસ્પિટલની મુલાકાત લીધી અને તબીબો સાથે ચર્ચા કરી તેમના માતા સાથે મુલાકાત કરી ત્યારથી જ સમાચારો આવી રહ્યાં છે કે હીરાબાની તબિયત સુધારા પર છે. અને રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે પણ હૉસ્પિટલમાં હીરાબાની મુલાકાત લીધા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમને એકથી બે દિવસમાં રજા આપવામાં આવી શકે છે. હવે આજે મેડિકલ હેલ્થ બુલેટિન બહાર પડ્યું છે તેમાં પણ હીરાબાની તબિયત સુધારા પર હોવાની જાણકારી આપી છે. ખુબ સારા સમાચાર કહી શકાય.

ADVERTISEMENT

 

શ્વાસમાં લેવામાં સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરાયા
હીરાબાને મગળવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ ઉપરાંત તેમને કફની પણ સમસ્યા હતી. આ બાદ તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં એડમિટ કરાયા હતા. ડોક્ટરોએ MRI અને સિટી સ્કેન કર્યો. આ બાદ ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમની હાલત સ્થિર છે અને તબિયત સુધારા પર છે.

ADVERTISEMENT

પ્રધાનમંત્રી મોદી અને હીરાબા વચ્ચેનો સંબંધ અનમોલ છે. માતાની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર સાંભળી દિકરો છેક દિલ્હીથી તાબડતોડ હૉસ્પિટલ પહોંચ્યો હતો. પ્રધાનમંત્રીના પદ પર હોવાથી સ્વાભાવિક છે કે અત્યંત વ્યવસ્તતા હોય અને કામનો મારો પણ બેશૂમાર ચાલુ હોય ત્યારે એવા સમયે પણ એક દિકરા તરીકેની અને પ્રધાનમંત્રી તરીકેની બંને ફરજ એકસાથે નિભાવવી જાણવી ખુબ કઠીન વાત કહી શકાય. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ એ બંને ફરજો કોઈપણ કચાશ વિના બખૂબી નિભાવી જાણી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT