PM મોદીનો આ માસ્ટર સ્ટ્રોક અને સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વની 21 બેઠકો પર BJP ની જીત પાક્કી?

ADVERTISEMENT

pm modi
pm modi
social share
google news

નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તેમ તેમ રાજ્યમાં વિવિધ પ્રકારની રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે. ધર્મઆધારિત રાજનીતિ અને જાતિઆધારી રાજનીતિને પણ વેગ મળવા લાગ્યો છે. ત્યારે હવે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ વડાપ્રધાન મોદીએ વધુ ફોકસ રાખ્યું છે તેમ લાગી રહ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે ખોડલધામ ધજા ચડાવવાનું આમંત્રણ પાઠવવામા આવશે.  ચૂંટણીલક્ષી જો આ આમંત્રણ ગણવામાં આવે તો સૌરાષ્ટ્રની પાટીદાર પ્રભુત્વ ગણાતી 21 બેઠક પર અસર થઈ શકે છે.

2017ની ચૂંટણીમાં કપરા ચડાણ 
2017ની ચૂંટણી ભાજપ માટે કપરા ચડાણ હતા. પાટીદારો ભાજપથી નારાજ હતા અને કોંગ્રેસ તરફ પાટીદારોનું વલણ રહ્યું હતું. પરંતુ આ વખતે ભાજપ સૌરાષ્ટ્રમાં કરેલી ભૂલ ફરી નહીં કરે. 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો હતો. ભાજપ કરતા કોંગ્રેસના ફાળે વધારે સીટો આવી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. 2022ની ચૂંટણીમાં ભાજપ ફરી ભૂલ નહિ કરે.

જ્ઞાતી આધારિત રાજકારણની શરૂઆત
ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ જ્ઞાતી આધારિત રાજકારણની શરૂઆત થઈ રહી છે. જ્ઞાતીના આગેવાનો પોતાના સમાજ માટે ટિકિટોની માંગણી કરી રહ્યું છે. ત્યારે પાટીદાર અગ્રણીઓ સમાજના વર્ચસ્વ માટે ટિકિટોની માંગણી કરવા લાગ્યા છે. રાજકીય પક્ષો પર ટિકિટ માટે દબાણ કરવા લાગ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજનું પ્રભુત્વ છે. આથી રાજકીય પક્ષો પણ જ્ઞાતિવાદનું રાજકારણ ઊભું કરીને પાટીદારોના મત મેળવવાના પ્રયાસ કરતા હોય છે. ચૂંટણીમાં દર વખતે પાટીદાર ફેક્ટર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે આ વખતે ભાજપ પણ પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર વધુ ભાર મૂકી રહી છે તેમ લાગી રહ્યું છે. વડાપ્રધાન મોદી જો ખોડલધામનું આમંત્રણ સ્વીકારે તો 2017ની ચૂંટણી કરતાં વિપરીત પરિણામ આવી શકે છે.

ADVERTISEMENT

 

સૌરાષ્ટ્રમાં આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ અને 2017નું પરિણામ (પક્ષપલટા પહેલા)

ADVERTISEMENT

  • રાજકોટ ઈસ્ટ- ભાજપ
  • રાજકોટ સાઉથ- ભાજપ
  • ગોંડલ- ભાજપ
  • જસદણ- કોંગ્રેસ
  • જેતપુર- ભાજપ
  • ધોરાજી- કોંગ્રેસ
  • માણાવદર- કોંગ્રેસ
  • જૂનાગઢ- કોંગ્રેસ
  • વિસાવદર- કોંગ્રેસ
  • કેશોદ- ભાજપ
  • ધારી- કોંગ્રેસ
  • અમરેલી- કોંગ્રેસ
  • સાવરકુંડલા- કોંગ્રેસ
  • લાઠી- કોંગ્રેસ
  • ધાંગધ્રા- ભાજપ
  • મોરબી- કોંગ્રેસ
  • ટંકારા- કોંગ્રેસ
  • જામનગરગ્રામ્ય- ભાજપ
  • જામનગર સાઉથ-ભાજપ
  • બોટાદ-ભાજપ
  • જામજોધપુ- કોંગ્રેસ

 

ADVERTISEMENT

2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી. પક્ષ પલટા પહેલા સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકની વાત કરવામાં આવે તો  ભાજપ પાસે ફક્ત 9 બેઠકો હતી જ્યારે  કોંગ્રેસ પાસે 12 બેઠકો મેળવી હતી. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસથી સૌરાષ્ટ્ર- કચ્છની 54 બેઠક પર અસર થશે જ પરંતુ ખોડલધામ ધજા ચડાવવા પહોંચે તો સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક પર અસર થશે.

પાટીદારોનું મત ગણિત 
2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોએ કોંગ્રેસને સાથ આપ્યો હતો. પરંતુ 2022ની ચૂંટણી પહેલા પાટીદાર પ્રભુત્વ વાળી બેઠક મોરબી, ધારી, વિસાવદર સહિતની બેઠક પરથી ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. આ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે પાટીદારોના મતોનું વિભાજન થાય તેમા ભાજપ બાજી મારવા એડી ચોટીનું જોર લગાવશે.

    follow whatsapp

    ADVERTISEMENT