ટિકિટ કપાતા BJPના આ દિગ્ગજ નેતા અપક્ષ ચૂંટણી લડશે, સમર્થકો સાથે ચર્ચા પછી લીધો નિર્ણય…

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પછી ભાજપે પણ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. ભાજપે જે યાદી બહાર પાડી છે એમા 160 ઉમેદવારોનાં નામ છે. તેવામાં હવે ઘણા નેતાઓ રિપિટ થયા છે તો ઘણાની ટિકિટ પણ કપાઈ છે. પાદરા તાલુકાના દિનેશ પટેલની ટિકિટ કપાતા તેમણે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

ભાજપથી પત્તુ કપાતા અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય
ભાજપની યાદી જાહેર થઈ જતા વડોદરાના પાદરામાંથી ચૈતન્યસિંહ ઝાલાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. તેવામાં દિનેશ પટેલ ઉર્ફે દિનુમામાનું પત્તું કપાઈ જતા રાજકારણ ગરમાયું છે. જોકે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે દિનુમામા હવે અપક્ષ ચૂંટણી લડવા સજ્જ છે. આ અંગે પહેલા તેમણે સમર્થકો સાથે મંથન કર્યું અને પછી નિર્ણય લીધો હોવાના અહેવાલો મળી રહ્યા છે. વિગતો પ્રમાણે દિનુમામા 17 તારીખે સવારે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જઈ શકે છે.

વડોદરામાં પાદરામાં અનોખો રાજકીય જંગ જોવા મળી શકે છે. ભાજપમાંથી ચૈતન્યસિંહ ઝાલા, AAPમાંથી જયદીપસિંહ ચૌહાણ અને કોંગ્રેસમાંથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે. તેવામાં જો દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી તો અનોખો જંગ જોવા મળી શકે છે.

ADVERTISEMENT

With Input- દિગ્વિજય પાઠક

    follow whatsapp

    ADVERTISEMENT