સાણંદ બેઠક પર ત્રીજા પક્ષને ક્યારે પણ નથી મળ્યો મોકો, જાણો શું છે આ સીટનું સમીકરણ

ADVERTISEMENT

sanand
sanand
social share
google news

અમદાવાદ: અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠક જોકે લોકસભામાં ગાંધીનગરમાં આવે છે અને અહીંના લોકસભાના સાંસદ ગૃહમંત્રી અમિત શાહ છે. પરંતુ જો આ બેઠકની વાત કરીએ તો આ બેઠક વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે પાટીદાર અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવે છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. છેલ્લા 10 વર્ષમાં અહીના ઔદ્યોગિક વિકાસ અને સાણંદમાં આવેલા નવા ઓટોમોબાઈલ ઉદ્યોગોના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં ઘણો વિકાસ થયો છે. અમદાવાદની સાણંદ વિધાનસભા બેઠક પર ક્યારેય પણ ત્રીજો પક્ષ જીત્યો નથી. ટાટા નેનો પ્લાન્ટના કારણે આજે દેશ અને દુનિયામાં સાણંદ જાણીતું છે.

સાણંદમાં ખેતી અને ઉદ્યોગોમાં મજૂરી એ અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. સાથે-સાથે કરોડોની કિંમતની જમીનના કારણે આ વિસ્તારના વિકાસને લઈને ખેડૂતોમાં ભારે ખુશી છે. 1962 થી 1972 દરમિયાન ત્રણ વખત ચૂંટણી યોજાયા બાદ, આ બેઠક અમદાવાદ શહેરના સરખેજ વિધાનસભા ક્ષેત્રમાં ઉમેરવામાં આવી હતી. આ ત્રણેય ચૂંટણીઓમાં અહીં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ 2012માં ફરી એકવાર આ બેઠકને અલગ વિધાનસભા બેઠક તરીકે જાહેર કરવામાં આવી હતી. અહીં 2012માં કોંગ્રેસ તરફથી કરમસી પટેલ ચૂંટણી જીત્યા હતા.

પરંતુ 2017ની ચૂંટણી પહેલા શરૂ થયેલા પક્ષપલટાના રાજકારણમાં કરમસી પટેલ ખૂબ ચર્ચામાં હતા. અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને બેંગ્લોર લઈ ગઈ હતી ત્યારે તેઓ પણ બેંગ્લોર ગયા હતા. તેઓ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ સાથે રહ્યા અને જ્યારે તેમને રાજ્યસભા માટે મતદાન કરવાનું હતું ત્યારે તેમણે કોંગ્રેસ વિરુદ્ધ પોતાનો મત આપ્યો અને પછી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. જે બાદ તેમના પુત્ર કનુ પટેલને 2017ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. અને કનુ પટેલ અહીંથી ચૂંટણી જીત્યા હતા.

ADVERTISEMENT

2017માં 75.41 ટકા મતદાન થયું
કનુ પટેલ 7 હજાર મતોની સરસાઈથી ચૂંટણી જીત્યા હતા. સાણંદના કુલ મતદારો 280855 છે જેમાંથી 144561 પુરુષ અને 136288 મહિલા ઉમેદવારો છે. સાણંદ વિધાનસભા સીટ પર 2017માં 75.41 ટકા મતદાન થયું હતું. જેના પર કોંગ્રેસ દ્વારા ટક્કર આપવામાં આવી હતી.

BJP કનુ પટેલને ટિકિટ આપશે?
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આ વિસ્તાર આવતાં અહીં પુલ, રોડ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો સતત વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરની નજીક હોવાને કારણે હવે આ વિસ્તારને ભવિષ્યમાં રોકાણ કરવા માટેના વિસ્તાર તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ભાજપ આ વખતે કનુ પટેલને ટિકિટ આપશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT