ગાંધીનગરમાં ઉર્જા વિભાગના અધિક સચિવના ઘરે ચોરોએ 18 લાખથી વધુની કરી ચોરી, સમગ્ર ઘટના CCTV માં કેદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: રાજ્યમાં ચોરીના બનાવો બનવા લાગ્યા છે. ઠેર ઠેર ઘરને તાળાં તૂટી રહ્યા છે. આ દરમિયાન ગાંધીનગરમાં સરકારી અધિકારીના ઘરે જ ચોરોએ ધામ નાખ્યા અને 18  લાખ રૂપિયાના ઘરેણાં અને રોકડની ઉઠાંતરી કરી છે. જો કે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કદ થઈ છે.

ગાંધીનગરનાં પીડીપીયુ રોડ પર આવેલ શ્રી રંગ ઉપવન બંગલામાં રહેતાં ઉર્જા વિભાગનાં અધિક સચિવના બંધ ઘરના તાળા તોડી તસ્કરો ડાયમંડ તેમજ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને 18.60 લાખની મત્તા ચોરી કરી સફળતા પૂર્વક નાસી છૂટયા છે. ચોરીની આ ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જો કે આ ઘટનાને લઈ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા તસ્કરોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
રાજ્યમાં ચોરીની ઘટના છાસવારે બની રહી છે. ત્યારે સરકારના નવા સચિવાલય ઉર્જા વિભાગ અધિક સચિવના ઘરે ચોરો ત્રાટક્યા હતા.  ઉત્તરાયણ કરવા માટે આઈએએસ અધિકારી મહેશભાઈ પટેલ પરિવાર સાથે વતન કડી ખાતે ગયા હતા. ચોરોએ ઘરમાં હાથ ફેરો કરી લીધો હતો. જો કે  મકાનમાં અંદર તેમજ બહાર તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલ છે. જે કેમેરાનું મોનિટરિંગ તેમના મોબાઈલમાં તેઓ સમયાંતરે કરતા રહે છે. ત્યારે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ડિંગુચાના પરિવારને અમેરિકા મોકલનારા બે એજન્ટ ઝડપાયા

આ વસ્તુની થઈ ચોરી
રાજ્યના ઉર્જા વિભાગ અધિક સચિવના ઘરે ચોરો ત્રાટક્યા હતા. જેમાં કુલ 18 લાખથી વધુની ચોરી થઈ છે. જેમાં ૩ લાખની કિંમતનો સોનાના હાર, 1.7 લાખનું સોનાનું મંગળસૂત્ર.  4.50 લાખના સોનાના ત્રણ ડોકીયા. રૂપિયા 1.50 લાખની સોનાના બે ચેઈન. રૂપિયા 1 લાખના સોનાના પાટલા. રૂપિયા 1.80 લાખનો ડાયમંડનો હાર. 1 લાખનું ડાયમંડનું મંગળસૂત્ર. 75 હજારનું સોનાનું મંગળસૂત્ર. 3 લાખના સોનાના ત્રણ બ્રેસલેટ. 50 હજારની ચાર જોડ બુટ્ટી. 15 હજારની સોનાની ત્રણ વીંટી, રોકડા 12 હજાર રૂપિયા અને 10 હજારની કિંમતનો લોકરની ચોરી થઈ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT