હિંમતનગરમાં ભાજપની ગૌરવ યાત્રામાં ચોરનો તરખાટ, પાકીટ-મોબાઈલ ચોરી થતા લોકો પોલીસ પાસે પહોંચ્યા
સાબરકાંઠા: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ દ્વારા રાજ્યમાં જુદા જુદા પાંચ જેટલા સ્થળોએથી ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. જે 144 જેટલી બેઠકો પર ફરીને…
ADVERTISEMENT
સાબરકાંઠા: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ દ્વારા રાજ્યમાં જુદા જુદા પાંચ જેટલા સ્થળોએથી ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. જે 144 જેટલી બેઠકો પર ફરીને મતદારો સુધી પહોંચશે. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈમાં ભાજપની ગૌરવ યાત્રા પહોંચી હતી. જેમાં ચોરોએ તરખાટ મચાવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે.
ચોરો 2 લાખથી વધુની રકમ અને મોબાઈલ ચોર્યા
હિંમતનગરના ગાંભોઈમાં ભાજપની ગૌરવ યાત્રા દરમિયાન જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જેનો ચોરોએ લાભ ઉઠાવ્યો હતો અને લોકોના પાકીટ તેમજ મોબાઈલ ફોન ચોરી લીધા હતા. 2 લાખથી વધુની રકમ તથા મોબાઈલની ચોરી થતા યાત્રામાં હાજર રહેનારા લોકો મોટી સંખ્યામાં ગાંભોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
હિંમતનગરના ગાંભોઈમાં જનસભા યોજાઈ હતી
નોંધનીય છે કે, ભાજપ દ્વારા રાજ્યભરમાં પાંચ અલગ અલગ રૂટ પર ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે આ યાત્રા બનાસકાંઠામાં પહોંચી હતી. અહીં હિંમતનગરના ગાંભોઈ ગામમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.
મોરબીમાં ભાજપની ગૌરવ યાત્રામાં ‘હાય… હાય…’ના નારા લાગ્યા
બીજી તરફ આજે મોરબી જિલ્લામાં પણ ભાજપની વધુ એક ગૌરવ યાત્રા નીકળી હતી. જેમાં વાંકાનેર ખાતે પહોંચેલી ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાજપના સાંસદ મોહન કુંડારીયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આટલું જ નહીં મહિલાઓએ પણ પાણીની માગણી સાથે ખાલી બેડા લઈને વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હસમુખ પટેલ)
ADVERTISEMENT
ADVERTISEMENT