150 થી વધુ સીટ જીતવાનો વિશ્વાસ છતાં પ્રદેશ નેતાઓની ફોજ મૂકી પ્રચારમાં, જૂનાગઢના મતદારને મનાવવા આ નેતાઓ મેદાને
ભાર્ગવી જોશી, જુનાગઢ: ગુજરાત વિધાનસભાની ચુંટણી હવે આખરી તબક્કામાં છે. દરેક પક્ષ પ્રચારમાં તલ્લીન બન્યો છે . ગુજરાતની સત્તાનો તાજ મેળવવા નેતાઓ એડીચોંટીનું જોર લગાવી રહ્યા…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જુનાગઢ: ગુજરાત વિધાનસભાની ચુંટણી હવે આખરી તબક્કામાં છે. દરેક પક્ષ પ્રચારમાં તલ્લીન બન્યો છે . ગુજરાતની સત્તાનો તાજ મેળવવા નેતાઓ એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ બીજેપી કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ અને સશક્ત નેતાઓને મેદાનમાં પ્રચાર માટે ઉતારી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત મોડેલને હરાવવા અને ગુજરાત સર કરવા માટે પોતાના સ્ટાર પ્રચારકો પંજાબના મુખ્યમંત્રી સહિત મેદાનમાં ઉતારી દીધા છે.
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર વધુ પ્રયાસ કરી રહેલા તમામ પક્ષો જનતાનો વિશ્વાસ જીતવા આવી પહોંચ્યા છે. જૂનાગઢમાં આજે બીજેપીના એક સાથે પાંચ મહારથીઓ મેદાનમાં છે. જુનાગઢમાં બ્રિજેશ પાઠક, માણાવદરમાં ભૂપેન્દ્ર પટેલ, વિસાવદરમાં પરષોત્તમ રૂપાલા, માંગરોળમાં વિજય રૂપાણી સભાઓ ગુંજાવી રહ્યા છે.
મતદારોનો મિજાજ છે અલગ
એક સાથે પાંચ નેતાઓની ફોજ અને મુખ્યમંત્રી ખુદ માણાવદરમાં જવાહર ચાવડાના પ્રચાર માટે પહોંચ્યા છે. દર વખતે પ્રદેશ અને કેન્દ્ર માંથી નેતાઓ પ્રચાર કરવા આવે છતાં સૌરાષ્ટ્રના પરિણામો હમેશા બીજેપી ધારે તેવા નથી મળતા. તે જ બતાવે છે મતદારોનો મિજાજ અલગ છે. ગત વખતે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ મહેન્દ્ર ભાઈ મશરું માટે પ્રચાર કરવા આવ્યા છતાં તેઓ હારી ગયા હતા. એ જ રીતે માંગરોળમાં અમિત શાહ ખુદ ભગવાનજી કરગથીયા ના પ્રચાર માટે આવ્યા હતા છતાં ભગવાનજી ભાઈ હારી ગયા છતાં બીજેપી એ ફરી આ વખતે ચુંટણીમાં ટિકિટ આપી છે.

રિબડીયાના પ્રચારમાં રૂપાલા
જૂનાગઢના વિસાવદરમાં હર્ષદ રીબડીયા માટે પ્રચાર કરવા પુરુષોત્તમ રૂપાલા ભેંસાણમાં આવે છે બપોરે 3 વાગે તો સાંજે 5 વાગે આપના પંજાબના મુખ્યંમત્રી ભાગવતમાન ઘરે ઘરે પ્રચાર કરવા આવે છે. ભેસણમાં આપનું વર્ચસ્વ વધુ છે જ્યારે એક સમયે આ હર્ષદ રીબાડીયા નો વિસ્તાર ગણાતો પણ તેના પક્ષ પલટો કરવાથી મતદારો નારાજ છે.

જૂનાગઢમાં રાજકીય ફેરફાર
જૂનાગઢની પાંચ બેઠકોમાંથી 4 બેઠકો કોંગ્રેસ પાસે હતી જેમાંથી બે ધારાસભ્યો બીજેપીમાં જોડાઈ જતાં હવે જૂનાગઢમાં 3 બીજેપી અને 2 કોંગ્રેસ રહી છે. હવે આ જંગમાં આપ પાર્ટી પણ સમાવેશ થતાં ત્રિપાંખિયો જંગ જામશે એમ લાગે છે. બીજેપી પોતાના ઉમેદવારોને જીતાડવા રાત દિન એક કરી રહી છે. જ્યારે આપ સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ બેઠકો જીતવા પ્રયાસ કરે છે. કોંગ્રેસે ગત ચુંટણી માં સૌથી વધુ બેઠકો સૌરાષ્ટ્રમાંથી જ જીતી હતી પરંતુ તેના સૌથી વધુ ધારાસભ્યો બીજેપીમાં જોડાઈ જતા હવે સ્થિતિ કફોડી બની છે જે ધારાસભ્યો છે એ સીટ જાળવી રાખવા પ્રયત્ન કરી રહી છે.

મતદારોને મનાવવા પ્રયાસ
મતદાન 1 ડિસેમ્બર એ છે, ઉમેદવારો પ્રચારમાં મસ્ત છે પરંતુ મતદારોના મન તો આજે ચુંટણી કરો તો મતદાન કરી દઈએ એટલા તૈયાર છે. બીજેપી કે કોંગ્રેસ સિવાય હવે આપનો વિકલ્પ મતદારો ને મળ્યો એનાથી બીજેપી અને કોંગ્રેસ બંને ને ડર છે એટલે જ પ્રચારમાં એકસાથે દરેક બેઠક માટે ટીમો ઉતારી દીધી છે પણ કદાચ પ્રચારકો એ ભૂલી ગયા છે કે હવે શિક્ષિત મતદારો અને યુવાઓને રીઝવવાના છે એ એટલું સરળ નથી.