BJP, Congress અને AAP ના આ ઉમેદવારો છે સૌથી ધનિક, ભાજપના જયંતી પટેલ સૌથી વધુ પૈસાદાર
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે વેઢે ગણાઈ એટલા જ દિવસો બાકી રહ્યા છે. બંને તબક્કાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે વેઢે ગણાઈ એટલા જ દિવસો બાકી રહ્યા છે. બંને તબક્કાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર મેદાને ઉતરી ચૂક્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષ ઉમેદવાર ના કેટલાય ઉમેદવાર છે જેમની મિલકતના આંકડા જોઈ ચૌકી ઊઠશો. ગુજરાતમાં સૌથી વધારે જો મિલકત હોય તો ભાજપના માણસા બેઠકના ઉમેદવાર જયંતિ પટેલ પાસે નોંધાઇ છે. તેમની પાસે રુપિયા 661. 29 કરોડની સંપત્તિ કરોડની સંપત્તિ છે.
ભાજપના સૌથી ધનિક ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીના માણસના ઉમેદવાર જયંતિ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ધનિક ઉમેદવાર છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા સોગંદનામામાં તેમણે 661.29 કરોડની સંપત્તિ નોંધી છે. જયંતિ પટેલની અધિકૃત સંપત્તિના ઘોષણા મુજબ, તેમની વ્યક્તિગત વાર્ષિક આવક રૂૂ. 44.22 લાખ છે જ્યારે તેમની પત્ની આનંદીની આવક રૂૂ. 62.7 લાખ છે. પટેલની પોતાની જ્વેલરીની કિંમત 92.4 લાખ રૂૂપિયા છે એટલું જ નહીં, તેમના પરિવારની જંગમ સંપત્તિ 147.04 કરોડ રૂપિયા છે જ્યારે સ્થાવર સંપત્તિ 514 કરોડ રૂૂપિયા છે. જયંતિ પટેલની કુલ જવાબદારી રૂ. 233.8 કરોડ છે.
કોંગ્રેસના સૌથી ધનિક ઉમેદવાર
કોગ્રેસના રાજકોટ બેઠકના 56 વર્ષીય ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પોતાના સોગંદનામામાં કુલ 163 કરોડની સંપત્તિ જાહેર કરી છે. જેમાં પોતાની 49.82 કરોડની જંગમ મિલકત છે જ્યારે પરિવારની 17.03 કરોડ જંગમ મિલકત છે. આ સાથે 91.99 કરોડ સ્થાવર મિલકર ઇન્દ્રનીલ પાસે છે. જ્યારે 4.08 કરોડની સ્થાવર મિલકત પરિવાર પાસે છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના ધનિક ઉમેદવાર
અજીતસિંહ ઠાકોર કે જેઓ ડભોઇથી ઉમેદવાર છે તેમની પાસે 34.30 કરોડ રુપિયા છે.જ્યારે વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ પટેલ પાસે 4.43 કરોડ રુપિયાની સંપતિ છે.
અપક્ષ ધનિક ઉમેદવાર
વાધોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડત ઉમેદવાર ધર્મેન્દ્ર વાઘેલા પાસે 92.84 કરોડની મિલકત નોંધાઈ છે. પાદરા બેઠક પરથી ચૂંટણી લડતા દિનેશ પટેલ પાસે 65.75 કરોડ રુપિયાની સંપતિ છે.
ADVERTISEMENT
બે તબક્કામાં મતદાન
ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT