પોરબંદર બેઠક પર જામશે ટક્કર, જાણો આ બેઠકનો ઇતિહાસ અને રાજકીય સમીકરણ
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે તો આ જિલ્લામાં વિધાનસભાની 2 બેઠક છે. પોરબંદર જિલ્લો સૌરાષ્ટ્રમાં આવેલ છે ત્યારે…
ADVERTISEMENT
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે તો આ જિલ્લામાં વિધાનસભાની 2 બેઠક છે. પોરબંદર જિલ્લો સૌરાષ્ટ્રમાં આવેલ છે ત્યારે આ જિલ્લાનું મતદાન પોરબંદર લોકસભા બેઠકમાં કરવામાં આવે છે. વિધાનસભામાં 1- પોરબંદર અને 2- કુતિયાણા બેઠકનો સમાવેશ થાય છે. પોરબંદર વિધાનસભા બેઠક 83 ક્રમાંકની બેઠક છે. પોરબંદર બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા મળશે. આ બેઠક પર 11 ઉમેદવાર મેદાને ઉતર્યા છે.
ઇતિહાસ
પોરબંદરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. જે ઇસ. 14 મીથી 16મી શતાબ્દી પૂર્વેનો માનવામાં આવે છે. પોરબંદરના ઇતિહાસમાં હડપ્પા સભ્યતાના અવશેષો પણ સામે આવે છે. સૌરાષ્ટ્ર તટની આસપાસ હડપ્પા કાળ દરમિયાન કરવામાં આવનાર સમુદ્રી ગતિવિધિઓની જાણકારી મળે છે. હિન્દુધર્મની પૌરાણિક કથાઓ અનુસાર પોરબંદર ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામા ની જન્મભૂમિ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પણ જન્મભૂમિના રૂપે જાણવામાં આવે છે.
પોરબંદરનું ધાર્મિક મહત્વ
પોરબંદરમાં આવેલ સુદામા મંદિર એ ગુજરાતના એક માનનીય સ્થળ છે. આ મંદિર સુદામાને સમર્પિત છે જે ભગવાન કૃષ્ણના બાળપણના મિત્ર હતા. આ મંદિર ઘણી વાર હજારો ભક્તો દ્વારા મુલાકાત લેવામાં આવે છે, ખાસ કરીને નવજાત રાજસ્થાની ક્ષત્રિય યુગલો જે આશીર્વાદ મેળવવા મંદિરની મુલાકાત લે છે. પોરબંદરની મધ્યમાં સ્થિત, તે ભારતમાં એક અસાધારણ મંદિર છે જે ભગવાન કૃષ્ણના આ મહાન ભક્તને સમર્પિત છે.
ADVERTISEMENT
દેશભરમાં પોરબંદરનું મહત્વ
પોરબંદર પર્યટન સ્થળ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે. જે આપણને આકર્ષક પર્યટન સ્થળોની સાથે સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ ના રૂપે પણ જાણીતું છે. પોરબંદરનું પ્રમુખ દર્શનીય સ્થળ કીર્તિ મંદિર પોરબંદર ના દર્શનીય સ્થળોમાંથી એક કિર્તિ મંદિર નું નિર્માણ મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબા ગાંધી ની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરની નજીક મહાત્મા ગાંધીના પૈતૃક નિવાસ સ્થાન પણ છે કિર્તિ મંદિર નું નિર્માણ 1944માં કરવામાં આવ્યું હતું. કિર્તિ મંદિર નું નિર્માણ એ 73 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું જ્યાં હવે મોટી સંખ્યામાં પર્યટકો મહાત્મા ગાંધીથી જોડાયેલ ઇતિહાસને જાણવા માટે આવે છે.
2017નું સમીકરણ
વર્ષ 2017માં આ બેઠક પર પહેલા ફેઝમાં ચૂંટણી યોજાઈ હતી તેમાં 9 ડિસેમ્બર 2017ના રોજ મતદાન થયું હતું. આ બેઠક માટે ભાજપે બાબુ બોખરિયાને મેદાને ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે અર્જુન મોઢવાડિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર 64.34 ટકા મતદાન થયું હતું. જેમાંથી ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયાને 47.03 % મત એટલેકે 72,430 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 70575 મત મળ્યા હતા. ભજપના ઉમેદવાર બોખરિયા 1855 મતે વિજેતા થયા હતા. વર્ષ 2012ની વાત કરવામાં આવે તો આ બેઠક પર બાબુ બોખરિયા 17,146 મટે વિજેતા થયા હતા. વર્ષ 2022ની ચૂંટણીમાં આ બેઠક રસાકસી વાળા વાતાવરણમાં યોજાશે.
ADVERTISEMENT
મતદાર
આ બેઠક પર કુલ કુલ 265280 મતદારો છે, જેમાં 135175 પુરૂષ, 130099 મહિલા અને 6 અન્ય મતદારો છે.
ADVERTISEMENT
આ કારણે બેઠક છે ચર્ચામાં
ગુજરાત વિધાનસભાની 182 બેઠક માંથી કુલ 16 બેઠક એવા પ્રકારની છે કે જ્યાં ઉમેદવારો 2000થી ઓછી લીડ મેળવી હોય અને આ પ્રકારની બેઠકમાં પોરબંદરનો પણ સમાવેશ થાય છે. જો આમ આદમી પાર્ટી આ બેઠક પર થી લડે તો મતોનું વિભાજન થશે આને બેઠા ખુબ રસપ્રદ બનશે. બાબુ બોખરિયાને કેશુભાઈ પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીની કેબિનેટમાં 2012-14 માં સ્થાન મળ્યું હતું. આનંદીબેનની સરકારમાં કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રૂપાણી સરકારમાં પણ બાબુ બોખરીયાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જયારે અર્જુન મોઢવાડિયાને વિપક્ષના નેતા તરીકેનું સ્થાન પણ મળ્યું હતું. ત્યારે આ બંને નેતાઑ ફરી સામસામે છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ જીવન જુંગીને મેદાને ઉતાર્યા છે.
વિવાદ
2013માં ગેરકાયદે લાઇમસ્ટોનના ખનન માટે હાલના ભાજપના ધારાસભ્યા બાબુ બોખિરિયા ત્રણ વર્ષની જેલ પણ સંભળાવવામાં આવી હતી. પરંતુ 2014માં તેઓ નિર્દોષ જાહેર થયા હતા.
મતદારનો વિસ્તાર
પોરબંદર તાલુકામાં સમાવિષ્ટ થતા ગામોમાં ભેટકડી, અડવાણા, સિમર, રોજીવાડા, ઇશ્વરીયા, ભોમીયાવદર, સોઢાણા, શીંગડા, સીસલી, મિયાણી– ભાવપરા, વડાલા, આંબારામા, ફટાણા, માજીવાણા, કુણવદર, મોરાણા, પરાવડા, બાવળનગર, નાગવાડા, નાગપર , કિંદર ખેડા, મોઢવાડા, સાખપુર, ટુકડા મિયાણી, વિસાવડા, પાલખડા, કેશવ, બગવદર, વાછોડા, ખિસ્ત્રી, વિંઝરાણા, ગોધાણા, સિંહઝર નેસ, કટવાણા, બેરણ, ભરવાડા, બરાડીયા, રાતડી, કાંટેલા, શ્રીનગર, સિમલા, બાવળા, બાવળા બોરીચા, પાંડાવદર, દેગામ, કુછડી, ઝવેર, કોળીખાડા, બોખીરા, પોરબંદર (એમ), ખાપટ, છાયાનો સમાવેશ થાય છે.
2022ની ચૂંટણી
પોરબંદર વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા રીપીટ થિયરી અપનાવાય છે.કોંગ્રેસના કદ્દાવર નેતા ગણાતા અર્જુનભાઈ મોઢવાડિયા સામે ભાજપે બાબુભાઈ બોખીરીયાને મેદાને ઉતાર્યા છે.બાબુભાઈ બોખીરીયા પોરબંદરના વર્તમાન ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ખારવા અગ્રણી જીવનભાઈ જુંગીને ટિકિટ આપવામાં આવી છે. જેઓ ખારવા સમાજના આગેવાન તથા સેવાભાવી વ્યક્તિ છે. ત્યારે આ વખતે ચૂંટણીમાં પોરબંદર બેઠક પર 11 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.
કોંગ્રેસ- અર્જુન મોઢવાડીયા
ભાજપ- બાબુ બોખરીયા
આપ- જીવન જુંગી
અપક્ષ- પ્રકાશ ઉનડકટ
અપક્ષ- આદેદરા રણમલભાઈ
અપક્ષ- મુકેશ પાંજરી
અપક્ષ- મનોજ બુધ્ધેચા
બહુજન રિપબ્લિક સોશિયાલીસ્ટ પાર્ટી- જેઠાભાઇ ચાવડા
અપક્ષ- આડેદરા લાખણસી દેવા
રાઇટ ટુ રિકોલ પાર્ટી- રાજેશ પંડયા
સપા- રમેશ ડાકી
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે
પોરબંદર વિધાનસભા બેઠક કોઈપણ રાજકીય પક્ષનો ગઢ કહી શકાય તેમ નથી કારણ કે 1995માં પ્રથમ વખત ભાજપનું શાસન આવ્યું ત્યારબાદ 2002માં ભાજપની રાજ્યભરમાં લહેર વચ્ચે અને 2007 મા કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયાની જીત થઈ હતી.ભાજપના બાબુ બોખીરીયાએ 1995 ,1998, 2012 અને 2017માં જીત મેળવી હતી. જો કે છેલ્લી 2017ની ચૂંટણીમાં બાબુભાઈ બોખીરીયાએ માત્ર 1855 મતની નજીકની સરસાઈથી બેઠક પર જીત મેળવી હતી.
1962 – કોંગ્રેસના ઉમેદવાર પોપટલાલ કક્કડ વિજેતા થયા.
1967- કોંગ્રેસના ઉમેદવાર પોપટલાલ કક્કડ વિજેતા થયા
1972- કોંગ્રેસના ઉમેદવાર માલદેવજી ઓડેદરા વિજેતા થયા
1975- ભારતીય જાણતા સંઘના ઉમેદવાર વસનજી ઠકરાર વિજેતા થયા
1980- કોંગ્રેસ (આઈ ) ના ઉમેદવાર શશીકાંત લખાણી વિજેતા થયા
1985- કોંગ્રેસ ના ઉમેદવાર લક્ષમ્ણ આઘાત વિજેતા થયા.
1990- જનતાદળના ઉમેદવાર શશીકાંત લખાણી વિજેતા થયા
1995- ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયા વિજેતા થયા
1998- ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયા વિજેતા થયા
2002- કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા વિજેતા થયા
2007- કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા વિજેતા થયા
2012- ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયા વિજેતા થયા
2017- ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયા વિજેતા થયા
ADVERTISEMENT