PM મોદી અને રૂપાણી વચ્ચે થઈ ચર્ચા! સૌરાષ્ટ્ર ફતેહની રણનીતિ વિશે જાણો…
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે તથા જનતાને સંબોધન માટે આવી રહ્યા…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે તથા જનતાને સંબોધન માટે આવી રહ્યા છે. આ દરમિયાન આજે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા પછી તેમણે વેરાવળ ખાતે જનસભા સંબોધી હતી. જોકે એની પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પિચ ચાલી રહી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી એકબીજા સાથે ઘણા સમયસુધી ચર્ચા કરતા રહ્યા હતા. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે સૌરાષ્ટ્ર ફતેહ કરવા માટે રૂપાણી સાથે વડાપ્રધાન મોદીએ રણનીતિ બનાવી હશે….
PM મોદી અને રૂપાણી વચ્ચે ખાસ ચર્ચા!
વેરાવળ ખાતે જનસભામાં સંબોધન પહેલા જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સ્પિચ ચાલી રહી હતી. ત્યારે વડાપ્રધાન મોદી અને વિજય રૂપાણી વચ્ચે સતત કોઈ વિષયને લઈને ચર્ચા ચાલતી હોવાનું જોવા મળ્યું હતું. આના પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે વડાપ્રધાન મોદી અને રૂપાણી આગામી ચૂંટણીને લઈને તથા સૌરાષ્ટ્રને લઈને એકબીજા સાથે ચર્ચા કરી શકતા હશે. ઉલ્લેખનીય છે કે લગભગ ઘણી મિનિટો સુધી વડાપ્રધાન મોદી અને રૂપાણી વચ્ચે ચર્ચા ચાલી હતી.
ADVERTISEMENT
નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે- PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારપછી આ સંબોધનમાં વિગતવાર જણાવ્યું હતું કે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડવા જઈ રહ્યા છે. આ ભૂપેન્દ્ર હવે બધા નવા રેકોર્ડ બનાવે એટલે નરેન્દ્ર અહીંયા સતત સુપર એક્ટિવ રહે છે. હજુ અમારે ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જવું છે. તેથી જ હું મારુ કર્તવ્ય નિભાવવા માટે અહીં સતત આવતો રહું છું.
ADVERTISEMENT
હું એટલા માટે દોડાદોડ કરું છે કે આ મારુ કર્તવ્ય છે. તમને મળીને અમારા સંકલ્પો કહેવો એ મારુ કર્તવ્ય છે. તમે મત આપી અમને જીતાડજો. આ વખતે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે એ અને ભૂપેન્દ્ર જે રેકોર્ડ તોડે એના માટે નરેન્દ્ર કામ કરે એવું કરવું છે. ગુજરાતને વિકાસની ઉંચાઈઓ પર લઈ જવું છે.
ADVERTISEMENT