વર્ષ 2023 રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વનું, આ 10 રાજ્યમાં જામશે ચૂંટણીનો જંગ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સમગ્ર ચૂંટણી દરમિયાન નવા નવા સમીકરણો રચતાં રહ્યા હતા અને ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સમગ્ર ચૂંટણી દરમિયાન નવા નવા સમીકરણો રચતાં રહ્યા હતા અને ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યારે હવે વર્ષ 2022ની ચૂંટણી બાદ વર્ષ 2023 માં રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વ ગણવામાં આવે કહે. આ વર્ષ 2023 મા કુલ 10 રાજ્યોની ચૂંટણી યોજાવાની છે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા એપ્રિલ-મેમાં પૂર્ણ થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, મિઝોરમ અને તેલંગાણા રાજ્યો પણ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાઈ શકે છે.
વર્ષ 2023 માં ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, તેલંગાણા, છત્તીસગઢ, કર્ણાટક આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાઇ શકે કે છે. આ દરમિયાન હાલ મધ્યપ્રદેશ, ત્રિપુરા અને કર્ણાટકમાં ભાજપની સરકાર છે, જ્યારે મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં ભાજપ એનડીએના સહયોગીઓ સાથે સરકારમાં છે. કોંગ્રેસ પાસે માત્ર રાજસ્થાન અને છત્તીસગઢ છે. તેલંગાણામાં ભારતીય રાષ્ટ્ર સમિતતિની સરકાર છે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં હજુ સુધી ચૂંટણી થઈ નથી.
મધ્યપ્રદેશમાં જોવા મળ્યો હતો રાજકીય ખેલ
ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. ચૂંટણી બાદ 230 બેઠકોની વિધાનસભામાં 114 બેઠકો જીતનાર કોંગ્રેસે અપક્ષો અને બસપા અને સપાના સમર્થનથી સરકાર બનાવી છે. આ સાથે 1998 પછી પહેલીવાર કોંગ્રેસ અહીં સત્તામાં આવી છે. જોકે દોઢ વર્ષ બાદ કોંગ્રેસમાં બળવો થયો હતો. માર્ચ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો સહિત કુલ 22 ધારાસભ્યોએ પક્ષ પલટો કરી ભાજપમાં જતા રહ્યા હતા. જેના કારણે કમલનાથ સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ ભાજપ ફરી સત્તામાં આવી અને શિવરાજ સિંહ ચૌહાણ ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા. અહીં કુલ 28 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતી અને ફરી એકવાર વિધાનસભામાં બહુમતી મેળવી હતી. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે. ભાજપ સામે પ્રદર્શન સુધારવાનો પડકાર રહેશે, તો મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ફરી સરકારમાં આવવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
રાજસ્થાનમાં રહ્યો રાજકીય રાગ દ્વેષ
જ્યારે રાજસ્થાનમાં જનતા દરેક ચૂંટણીમાં નો રિપીટ થીયરી અપનાવે છે. ડર 5 વર્ષે જનતા સરકાર બદલી નાખે છે. 2018ની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાંચ વર્ષ બાદ ફરી સત્તામાં આવી છે. અશોક ગેહલોત ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જો કે, પોતાના જ લોકોના બળવાને કારણે સરકાર ક્યારેય સ્થિર જોવા મળી નથી. જુલાઇ અને ઓગસ્ટ 2020માં પાઈલટ જૂથના બળવાના કારણે અશોક ગેહલોતની આગેવાની હેઠળની રાજસ્થાન સરકારને અવિશ્વાસના મતનો સામનો કરવો પડ્યો છે. વિધાનસભાની ચૂંટણી બાદ રાજસ્થાનમાં સતત રાજકીય ડ્રામા જોવા મળ્યો છે. ગહેલોત સરકાર અનેક વ્યકત પડી શકે તેવી સંભાવનાઓ હતી. રાજસ્થાનમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન સચિન પાયલોટ અને મુખ્યમંત્રી અશોક ગહલોત વચ્ચે અનેક વખત મતભેદ સામે આવ્યા છે.
ADVERTISEMENT