AAPના દિગ્ગજ નેતાએ કહ્યું- મને લાલચ આપી ભાજપમાં જોડાવાની ઓફર આવી, BJPએ ફોન કરી કહ્યું..

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં હવે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણેય મેદાનમાં ઉતરી ગયા છે. નોંધનીય છે કે આ દરમિયાન પક્ષપલટો કરવાથી લઈ ઘણા મુદ્દે રાજકારણ ગરમાતું નજરે પડી રહ્યું છે. જેમાં એક કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા એવા અર્જુન રાઠવાને ભાજપે ફોન કરીને પાર્ટીમાં જોડાવવા ઓફર કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ દરમિયાન તેમને ઘણી લાલચો પણ અપાઈ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ક્લિપ વાઈરલ થતા રાજકારણ ગરમાયું છે.

AAPના નેતાને ફોન આવ્યો કે…
આમ આદમી પાર્ટી છોટા ઉદેપુરના દિગ્ગજ નેતા એવા અર્જુન રાઠવાને ભાજપથી ફોન આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ અંગે ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ રહી છે જેમાં તેઓ અર્જુન રાઠવાને ભાજપમાં જોડાઈ જવા લોભામણી ઓફરો પણ કરી રહ્યા છે. નોંધનીય છે કે ફોન પર આવી લાલચ આપી પોતાની પાર્ટી સાથે જોડવામાં ભાજપનો હાથ છે અને આ ફોનથી આમ આદમી પાર્ટીને ખોખલી કરવાનો આરોપ પણ લગાવાઈ રહ્યો છે. (ગુજરાત તક આ દાવા અને કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ કરી રહ્યું નથી. આ એક ચર્ચિત કિસ્સો છે.)

કેજરીવાલ સભા ગજવશે…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 20, 21 અને 22 નવેમ્બર સુધી ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભવ્ય રોડ શોની સાથે સભાને પણ ગજવશે.

ADVERTISEMENT

  • 20 નવેમ્બરે કેજરીવાલ હાલોલ ખાતે સાંજે 4 વાગ્યે રોડ શોમાં ભાગ લેશે.
  • 21મી નવેમ્બરે સાંજે 5:00 કલાકે અમરેલી ખાતે રોડ શોમાં ભાગ લેશે.
  • 22 નવેમ્બરે બપોરે 2:00 કલાકે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધશે.
  • સાંજે 5:00 વાગ્યે કેજરીવાલ સુરતમાં રોડ શોમાં ભાગ લેશે.
  • રાત્રે 9:00 વાગ્યે સુરતમાં જાહેરસભાને સંબોધશે.

With Input: નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp

    ADVERTISEMENT