કેન્દ્રીય ગૃહમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું, ગુજરાતના વિકાસને કોંગ્રેસે રોકી રાખ્યો હતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં એક તરફ ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકીય પક્ષો લોકો સુધી પહોંચવા જમીન આસમાન એક કરી રહ્યા છે. વિવિધ રેલીઓ અને યાત્રા સહિતના આયોજનો થવા લાગ્યા છે ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા તથા ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા ઉનાઇ માતાથી ફાગવેલ અને ઉનાઇ થી અંબાજી યાત્રા પ્રારંભ થયો આ યાત્રાને દેશના ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્થાન કરાવ્યું હતું. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના વિકાસને કોંગ્રેસે રોકી રાખ્યો હતો.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે આઝાદી પછી અન્યાય કરવામાં કશું બાકી નખી રાખ્યું. ગુજરાતના વિકાસને કોંગ્રેસે રોકી રાખ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કમાન સંભાળી અને ગુજરાતનો વિકાસ જેટ ગતીએ આગળ વઘાર્યો. 20 વર્ષમાં ગુજરાતે જે વિકાસ કર્યો તેનું ગૌરવ ગાન કરવાની આ યાત્રા છે.

કોંગ્રેસે આદિવાસી માટે કઈ નથી કર્યું
અમિતભાઇએ વધુમાં જણાવ્યું કે, 1995થી ગુજરાતની જનતાએ ભાજપે પર વિશ્વાસ રાખ્યો અને ભાજપે ગુજરાતને દેશનું નંબર વન રાજય બનાવ્યું છે. ગુજરાતના સાડા છ કરોડની જનતાનો આભાર માનતી આ ગૌરવ યાત્રા છે. કોંગ્રેસે 75 વર્ષમાં 58 વર્ષ સુઘી દેશ પર સાશન કર્યુ પરંતુ આદિવાસી ભાઇ-બહેનો માટે કઇ કામ નથી કર્યુ. કેન્દ્રમાં આદિજાતી મંત્રાલય પણ ન હતું. ભાજપની સ્વ અટલ બિહારી વાજપાયજીની સરકાર આવી ત્યારે સ્વ અટલજીએ કેન્દ્રમાં આદિવાસી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરી.

ADVERTISEMENT

કોંગ્રેસ માત્ર બેનર લગાવી શકે
ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીજીએ વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી અને યોજનાના ફાયદા આદિવાસી પરિવારોએ જોયા છે. નરેન્દ્રભાઇ અને ભુપેન્દ્રભાઇ સુઘીનો સરવાળો કરીએ તો 11 લાખ હેકટર જમીનમાં સિંચાઇ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યુ છે. કોરોના જેવી મહામારીમાં વડાપ્રઘાને દેશના ગરીબો અને વિશેષ કરીને આદિવાસી પરિવારોને ફ્રીમા રાશન આપવાની વ્યવસ્થા કરી છે. આજે 98.3 ટકા આદિવાસી ગામોને મુખ્ય રોડ સાથે જોડવાનું કામ ભાજપની સરકારે કર્યુ. વિકાસના કામનો ભરોસો ભાજપ પર જ મુકી શકો. કોંગ્રેસ વિકાસના કામ કરી જ ન શકે માત્ર બેનરો લગાવી શકે. ભારતીય જનતા પાર્ટી જે કામ કરવાનું કહે છે કે કરે જ છે. ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં વડાપ્રઘાનના હાથ મજબૂત કરવા વિનંતી કરી અને ભુપેન્દ્રભાઇ પટેલને ફરી મુખ્યમંત્રી બનવાશોને ,ભાજપને જંગી મતોથી વિજય બનાવશોને તેવા સવાલ  કર્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT