Loksabha Election: દિલ્હીમાં ભાજપનું 'મહામંથન', ગુજરાતમાંથી અમિત શાહ, CR પાટીલ સહિત આ નેતાઓની ટિકિટ નિશ્ચિત!
Lok Sabha Elections 2024: દેશભરમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો સુપર એક્ટિવ મુડમાં જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સુપર એક્ટિવ મુડમાં
ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી
દિલ્હીના કાર્યાલય પર ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
Lok Sabha Elections 2024: દેશભરમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો સુપર એક્ટિવ મુડમાં જોવા મળી રહ્યા છે. ગઠબંધનથી લઈને પક્ષ પલટા સુધીની રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે 5 રાજ્યોમાં સાથે મળીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે બેઠકોનો વહેચણી પણ કરી દેવામાં આવી છે. તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોને પસંદ કરવાની કવાયત પણ શરૂ કરી દીધી છે. આ દિવસોમાં ભાજપ પણ કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બનાવવાની જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે, ભાજપે પણ ઉમેદવારોની પસંદગી કરવામાં માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.
દિલ્હીમાં ઉમેદવારોના નામ પર મંથન
દિલ્હીના કાર્યાલય પર ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી નડ્ડા હાજર છે. આ બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચાઓ ચાલી રહી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં અનેક નવા પ્રયોગોની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો, પાર્ટી લોકસભાના 26માંથી 20 સાંસદોનું પુનરાવર્તન નહીં કરે. ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓને 2024ની ચૂંટણીમાં ચોથી વખત ટિકિટ મળવાની શક્યતા નથી. આ સિવાય પાર્ટી 65 વર્ષથી વધુ ઉંમરના સાંસદોને રિપીટ કરવાના મૂડમાં નથી. આ બે માપદંડો પર પાર્ટીના લગભગ 20 સાંસદોની ટિકિટ રિપીટ ન થાય તેવી શક્યતાઓ છે.
કોના નામની ચાલી રહી છે ચર્ચા?
સૂત્રોનું માનીએ તો ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તો નવસારી બેઠક પર પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.સૌરાષ્ટ્રની બેઠક પર માંડવિયા અને રૂપાલાના નામની પણ ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાવનગર, અમરેલી બેઠક પરથી મનસુખ માંડવિયા મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ભારતીબેન અને કાછડીયાને તક ન મળે તો મનસુખ માંડવિયાનું નામ આગળ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
ભરતસિંહ ડાભીએ નોંધાવી છે દાવેદારી
આ ઉપરાંત મહેસાણા બેઠક પર નીતિન પટેલ અને રજની પટેલના નામ ચર્ચામાં છે. ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા પ્રબળ દાવેદાર છે. મનસુખ વસાવાની બાદબાકી થાય તો ડૉ.દર્શના દેશમુખ દાવેદાર, ભરતસિંહ પરમાર દાવેદાર, ડો જયંતિ વસાવ, કનુ પરમાર, શંકર વસાવા અને કિરણ પરમાર દાવેદાર છે. પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીએ ફરી દાવેદારી નોંધાવી છે. ભરતસિંહને ટિકિટ ન મળે તો દિલીપ ઠાકોરને તક મળી શકે છે. ભરતસિંહને ટિકિટ ન મળે તો પૂર્વ સાંસદ નટુજી ઠાકોર પણ મજબૂત વિકલ્પ છે.
સરપ્રાઈઝ આપવામાં ભાજપ એક્સપર્ટ
આપને જણાવી દઈએ કે, હાલ તો આ નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. જ્યારે અંતિમ નિર્ણય તો હાઈકમાન્ડ દ્વારા જ લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે, છેલ્લી ઘડીએ સરપ્રાઈઝ આપવામાં તો ભારતીય જનતા પાર્ટી પહેલાથી માહેર છે. અગાઉ પણ ઘણીવાર આવું જોવા મળ્યું છે કે જેમના નામોની ચર્ચા ચાલી રહી હોય છે તેઓને ટિકિટ મળતી જ નથી અને કોઈ નવા ચહેરાને ટિકિટ આપવામાં આવે છે. તેથી જ્યારે પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ત્યારે જ સ્પષ્ટ થશે કે પાર્ટી હાઈકમાન્ડે કોના પર વિશ્વાસ મૂક્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT