આજે રાજકોટમાં જામશે ખરાખરીનો જંગ, ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ
રાજકોટ: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતે બે રને રોમાંચક…
ADVERTISEMENT
રાજકોટ: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતે બે રને રોમાંચક વિજય મેળવ્યો હતો. બીજી મેચમાં શ્રીલંકાનો 16 રને વિજય થયો હતો. આવી સ્થિતિમાં આ ત્રીજી મેચ સીરિઝની દૃષ્ટિએ નિર્ણાયક બની ગઈ છે. ભારતીય સમય અનુસાર ત્રીજી T20 મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.
બેટિંગમાં ટોપ ઓર્ડર બંને મેચમાં સારી શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યો હતો. શુભમન ગિલ સતત બીજી વખત નિષ્ફળ રહ્યો હતો અને હવે રાહુલ ત્રિપાઠીની જેમ તે કોઈ તક ગુમાવવા માંગતો નથી. રાહુલ ત્રિપાઠી પણ પોતાની પ્રથમ મેચમાં ચાલી શક્યો ન હતો. હવે જોવાનું એ રહેશે કે ઋતુરાજ ગાયકવાડને છેલ્લી મેચમાં તક મળે છે કે નહીં. ટીમ ઈન્ડિયા માટે સારી બાબત એ છે કે સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલનું બેટિંગ ફોર્મ છે. આ બંનેએ બીજી ટી20 મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ટીમમાં જો ફેરફાર કરવામાં આવે ટો પણ બોલિંગ વિભાગમાં હશે, અર્શદીપ સિંહની જગ્યાએ હર્ષલ પટેલને પ્લેઇંગ-11માં સ્થાન મળી શકે છે. કોચ દ્રવિડ પહેલા જ કહી ચુક્યા છે કે તેને વધારે ફેરફાર પસંદ નથી. બીજી તરફ એશિયા કપ 2022ની ચેમ્પિયન શ્રીલંકાએ શાનદાર વાપસી કરીને ભારત માટે ખતરાની ઘંટડી વગાડી છે. જો કે તેની પાસેથી મિડલ ઓર્ડરથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. શ્રીલંકાની ટીમ પોતાના વિનિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ કરવા માંગતી નથી.
ટોસ નિર્ણાયક રહી શકે છે
રાજકોટની પીચ સપાટ છે અને તે બેટ્સમેનોને મદદરૂપ થઈ શકે છે. ટોસની ભૂમિકા પણ મહત્વની રહેશે અને બંને કેપ્ટન પ્રથમ બોલિંગ કરવા ઈચ્છશે. રાજકોટમાં રમાયેલી ચાર ટી-20 મેચમાં પ્રથમ બેટિંગ કરતાં બે વખત વિજય મેળવ્યો છે. અન્ય બે મેચમાં પ્રથમ બોલિંગ કરનારી ટીમ વિજેતા બની હતી.
રાજકોટની પીચ સપાટ છે અને તે બેટ્સમેનોને મદદરૂપ થઈ શકે છે. ટોસની ભૂમિકા પણ મહત્વની રહેશે અને બંને કેપ્ટન પ્રથમ બોલિંગ કરવા ઈચ્છશે. રાજકોટમાં રમાયેલી ચાર ટી-20 મેચમાં પ્રથમ બેટિંગ કરતાં બે વખત વિજય મેળવ્યો છે. અન્ય બે મેચમાં પ્રથમ બોલિંગ કરનારી ટીમ વિજેતા બની હતી.
રાજકોટમાં ભારત T20 મેચ હાર્યુ નથી
બીજી તરફ આ મેદાનમાં રમાયેલી મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો અહીં ચાર મેચ રમાઈ છે, જેમાં ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં હતી. ભારતે તેની ત્રણેય મેચ જીતી લીધી છે. શ્રીલંકાની ટીમ રાજકોટમાં પ્રથમ વખત T20 મેચ રમશે. ભારતની છેલ્લી જીત જૂન 2022 માં મળી હતી, જ્યારે તેણે દક્ષિણ આફ્રિકાને 82 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું.
સંભવિત પ્લેઈંગ-11:
ભારત : ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ.
શ્રીલંકા : પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ધનંજય ડી’સિલ્વા, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહિષ તિક્ષ્ણ, કાસુન રાજીથા, દિલશાન મદુશંકા.
ADVERTISEMENT
ADVERTISEMENT