લોકસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તૈયારી, જાણો કોણ આગળ…?
નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ તમામ માટે ચૌકાવનારું રહ્યું છે. ભાજપને ઐતિહાસિક જીત મળી તો આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિધાનસભામાં પ્રવેશ કર્યો. ત્યારે…
ADVERTISEMENT
નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ તમામ માટે ચૌકાવનારું રહ્યું છે. ભાજપને ઐતિહાસિક જીત મળી તો આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિધાનસભામાં પ્રવેશ કર્યો. ત્યારે કોંગ્રેસનું અત્યાર સુધીનું કંગાળ પ્રદર્શન સામે આવ્યું હતું. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીની અસર લોકસભા પર કેટલી થાય છે. તે જોવાનું રહ્યું. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ તૈયારીઓ શરૂ કરી ચૂક્યું છે. ભાજપ તમામ બેઠકો પર જીતની હેટ્રીક લગાવશે. આમ આદમી પાર્ટીને વકરો તેટલો નફો છે. જ્યારે કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે.
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારી
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણી ભાજપ માટે ખાસ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ પર તમામ બેઠકો પર જીત મેળવવા ની હેટ્રીક ફટકારવાની તૈયારીમાં છે ભાજપ. આ સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષે જન સંપર્ક અભિયાનની શરૂઆત પણ કરી દીધી છે. બીજી તરફ જે બેઠકો પર સમીકરણ વિધાનસભામાં બગડ્યા હતા તે બેઠકો પર સમીકરણો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભાજપથી નારાજ થઈ અને અપક્ષ ચૂંટણી લડનાર નેતાની ઘર વાપસી થઈ રહી છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મજબૂત નેતાને ભાજપમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હજુ ચૂંટણી નજીક આવતા આવતા ઓપરેશન લોટસ વધુ એક્ટિવ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારી
ગુજરાતમાં વર્ષ 2017 કોંગ્રેસ માટે ખૂબ સારું ગણવામાં આવતું હતું અને વર્ષ 2017થી 2022 આવતા આવતા કોંગ્રેસ જાણે બેકફૂટ પર આવી ગઈ હોય તેમ પ્રદર્શન રહ્યું છે. વર્ષ 2017થી 2022 માં કોંગ્રેસે જેટલા ધારાસભ્યો ગુમાવ્યા એના કરતાં પણ ઓછી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. કોંગ્રેસની ગુજરાતમાં ફક્ત 17 બેઠક આવી હતી. કોંગ્રેસના આ પ્રદર્શનથી કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી. પરંતું હાર બાદ કોંગ્રેસે ફેક્ટ ફાઇન્ડર કમિટીની રચના કરી અને હાર માટેના કારણો શોધ્યા છે. આવનાર લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માતે ખૂબ અગત્યની માનવામાં આવે છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં સંગઠનમાં મોટા ફેરફાર થવાની તૈયારી તહી રહી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના સ્થાને હવે કોઈ બીજો ચહેરો જોવા મળશે. જેમાં શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરિયા, અર્જુન મોઢવાડીયા, પરેશ ધાનાણી, શૈલેષ પરમાર ના નામ સામે આવી રહ્યા છે. આ સાથે પ્રભારીની પણ નિમણૂક કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં ફેરફારની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ જનતાનો સહારો લેવાનો આ અગત્યનો મોકો છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી કરો યા મરો જેવી સ્થતિનું નિર્માણ કરી લાવી છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીની કેવી છે તૈયારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી અને ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કર્યો. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મળેલા મત આશીર્વાદરૂપ સાબિત થયા અને આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની. ત્યારે હવે લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટી તડામાર તૈયારી કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી પોતાના સંગઠન પર પકડ મજબૂત કરી રહ્યું છે. જિલ્લાના પ્રભારી, લોકસભા બેઠકના પ્રભારી અને સંગઠનમાં વિવિધ હોદ્દેદારો સહિત 191 નામની ગઈ કાલે જાહેરાત કરી હતી. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ પ્રવક્તાની યાદી પણ જાહેર કરી છે. જેમાં 14 પ્રવક્તાના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માંથી આમ આદમી પાર્ટીને તમામ નફા રૂપ જ રહેશે. એટલે કે જેટલો વકરો એટલો નફો છે. આમ આદમી પાર્ટી વિધાનસભામાં જેટલી ગાજી એટલી વરસી નહીં પરતું પોતાનું સ્થાન બનાવી દીધું છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા અત્યારથી જ રાજકીય માહોલ તૈયાર કરી રહી છે.
ADVERTISEMENT