મોરબી દુર્ઘટનામાં બચી ગયેલા યુવકે વર્ણવી પરિસ્થિત, 1 કલાક પહેલા જાણો શું થયું હતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર રવિવારે સાંજે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ અકસ્માત પહેલા રોનક પણ તે પુલ પર ગયો હતો. રોનકે કહ્યું કે, હું સાંજે 4.30 થી 5.30 વાગ્યા સુધી ત્યાં હાજર હતો. તેમણે પુલ તૂટયા પહેલાની પરિસ્થિતિ જણાવિ છે.

ટિકિટ લેવા હતી લાંબી લાઇન
રોનકે જણાવ્યું કે હું ટિકિટ લેવા માટે લગભગ 4.30 વાગ્યે બ્રિજ પર પહોંચ્યો હતો. તે સમયે ત્યાં 100 લોકો ઉભા હતા. જ્યારે 120 જેટલા લોકો પુલ પર હતા. આ પુલ ઘણા મહિના પછી ખુલ્લો મુકાયો છે. તેમજ રવિવાર હોવાથી ભારે ભીડ જોવા મળી હતી. લોકો પરિવાર સાથે ત્યાં આવી રહ્યા હતા. આ 150 વર્ષ જૂનો પુલ છે. એટલા માટે આ બ્રિજ જોવાનો ક્રેઝ વધારે છે. આ પુલ નદીથી લગભગ 60 ફૂટ ઉપર છે.

નવીનીકરણ બાદ પુલ ઝુલતો ન હતો
બ્રિજની એક તરફ 50 જેટલા લોકો હતા, જ્યારે કેટલાક લોકો બ્રિજની ગ્રીન નેટ પકડીને તેને હલાવી રહ્યા હતા. જ્યારે તેને આવું કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેનું નામ ઝુલતા પુલ છે. તેથી આ કરી રહ્યા છીએ. આ પુલ પહેલા ખૂબ જ ઝૂલતો હતો, કારણ કે તે લાકડાનો હતો. પરંતુ હવે પુલના નવીનીકરણ બાદ વધુ ઝુલતો ન હતો. આ કારણે તે પહેલા કરતા ઓછો સ્વિંગ કરે છે. ત્યાં હાજર લોકોનો પ્રયાસ હતો કે પુલ વધુ ઝૂલે.

ADVERTISEMENT

રોનકે પિતાને ફોન કરી કહ્યું કે..
રોનકે જણાવ્યું કે તે સાંજે 5.30 વાગ્યાની આસપાસ એક્ઝિટ પોઈન્ટ પર પહોંચી ગયો હતો. તે સમયે પણ 100 જેટલા લોકો ટિકિટ માટે ઉભા હતા. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થતો હતો. જ્યારે બ્રિજ પર લગભગ 170 લોકો હતા. રોનકે ભાવુક થતાં કહ્યું કે, આ ઘટનાની જાણ થતાં જ મે મારા પિતાને ફોન કર્યો હતો. અને હું રડવા લાગ્યો હતો. હું ડરી રહ્યો હતો કારણકે હું અનુભવ કરી રહ્યો હતો કે થોડા સમય પહેલા હું આ ઘટના સ્થળે જ હતો.

    follow whatsapp

    ADVERTISEMENT