ટામેટાના ભાવ ગગડ્યા અને ખેડૂતનો આત્મવિશ્વાસ પણ ગગડ્યો, ઉભા પાકમાં પશુઓને ચરવા માટે મુક્યા !

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવૈયા, અમરેલીઃ  રાજ્યમાં સિઝન કોઈપણ હોય ખેડૂતોને હંમેશા રાતા પાણીએ રોવાનો વારો જ આવતો હોય છે. કહેવા માટે ખેડૂત છે જગતનો તાત પણ હાલત હંમેશા કફોડી જોવા મળતી હોય છે. ક્યારે કમોસમી વરસાદ પરેશાન કરે, ક્યારેક ખાતર, બિયારણ ન મળે તો ક્યારેક જણસોના પૂરા ભાવ ન મળે. અમરેલીના ખેડૂતો પણ પૂરતા ભાવ ન મળતા દુઃખી થયા છે અને વિરોધ પણ પ્રદર્શિત કર્યો છે. ખેડૂતો બીજુ કરે પણ શું પોતાની રીતે વિરોધ નોંધાવે પ્રશાસન અને સરકારના કાને વાત પહોંચે ત્યારે અસર થવી હોય તો થાય.

ઉભા પાકમાં પશુઓેને ચરિયાણ કરાવ્યું
અમરેલીના ખેડૂતો એટલી હદે વિફર્યા છે કે ખેતરમાં ઉભેલા પાકમાં પશુઓને ચરિયાણ કરાવી દીધું. શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ છે ટામેટાના પૂરતા ભાવ નથી મળતા. ગીરપંથકમાં ખાંંભાના ચકરાવા ગામમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોએ ઉભા પાકમાં પશુઓને ચરિયાણ કરાવ્યું. ટામેટાના પૂરતા ભાવ ન મળતા ખેતરમાં ઉભેલા છોડમાં ચરવા માટે પશુઓને મુકી દીધા.

કાળી મજૂરી કરતો ખેડૂત વિફર્યો
ટામેટાના પાક માટે કાળી મજૂરી કરી અને દિવસ-રાત એક કરી પાક ઉભો કર્યો. જ્યારે એ પાકનું મહેનતાણું લેવાનો સમય આવ્યો ત્યારે પૂરતા ભાવ ન મળ્યા. ખેતરમાં કાળી મહેનતની કમાણી ન મળતા ખેડૂત નારાજ થયો. ટામેટાના બજારમાં 8 થી 10 રુપિયા મળે છે.  જ્યારે જાહેર હરરાજીમાં 25 કિલો કેરેટના માત્ર 50 રૂપિયા જ ભાવ મળે છે.ટામેટાના ભાવ ગગડતા ખેડૂતનો આત્મવિશ્વાસ પણ ગગડ્યો છે. ખેડૂત પાસે હવે બીજો કોઈ રસ્તો ન હોવાથી ખેતરમાં ઉભા પાકને બરબાદ કરવા માટે મજબૂર બન્યો છે. જાહેર હરરાજીમાં જો ખેડૂતને વધારે મહેનતાણુ મળે તો તેનો બિયારણ અને અન્ય વસ્તુઓમાં જે ખર્ચ થયો છે તે નીકળી જાય. અહીં વાત અમે મહેનતાણાની કરીએ છીએ નફાની વાત તો ખુબ દૂર રહી. કારણ કે ભરપૂર મહેનત પછી પણ જો ખેડૂતને રોવાનો વારો આવતો હોય તો નફાની આશા તો ખેડૂત માટે ખુબ દૂર રહી.

ADVERTISEMENT

આંતરડી કકળી ઉઠે પશુઓ છોડતા
વાવણી, બિયારણ, સિંચાઈ, દેખરેખ, દાળિયા(મજૂરો) ,ખેતરમાંથી પાક લણવાનો અને માર્કેટ સુધી એ પહોંચાડવાનો પણ ખરો. આટલી મહેનત કર્યા પછી પણ હાથમાં શું આવ્યું તો કે કશું નહીં. મજૂરોની મહેનત આપવાની, ચારથી પાંચ હજાર ટેમ્પોનું ભાડુ આપવાનું, એટલી જમીન પણ ન હોય અને ઉપરથી પાકનું વાવેતર કર્યું હોય. ત્યારે આશા એવી હોય કે જાજુ ન મળે તો કઈ નહીં પણ મહેનત પૂરતુ નીકળે તો પણ ચાલે. અને એ જ આશા પર જ્યારે ઉભા પાકમાં પશુઓ ચરતા હોય તો જોયને ખેડૂત નહીં ભલભલાની આંતરડી કકડી ઉઠે.

    follow whatsapp

    ADVERTISEMENT