વિકાસ મોડલ તરીકે ઊભરી આવેલ ગુજરાતમાં કુપોષિત બાળકોનો આંકડો ચિંતાજનક, સરકારે કર્યો ખુલાસો
ગાંધીનગર: દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. રાજ્યના દાહોદ જિલ્લામાં જ 18326 બાળકો કુપોષણથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો…
ADVERTISEMENT
ગાંધીનગર: દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. રાજ્યના દાહોદ જિલ્લામાં જ 18326 બાળકો કુપોષણથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો છે. દાહોદ શહેર કુપોષણના લિસ્ટમાં ટોપ પર છે. ગુજરાત સરકારે આપેલા આંકડા અનુસાર અમદાવાદ જિલ્લાના 2236 બાળકો કુપોષણનો શિકાર બનેલા છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાતમાં કુપોષણના આંકડાનો સવાલ પૂછ્યો હતો. ત્યારે આ મામલે ગુજરાત સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ત્યારે જે જવાબ મળ્યો હતો તે ચોંકાવનારો હતો. વિકાસની વાતો કરનારા ગુજરાતમાં બાળકો કેટલા કુપોષિત છે તે જવાબ જાણીને આંખો પહોળી તહી જશે. સૌથી વધુ દાહોદ જિલ્લામાં 18,326 બાળકો કુપોષિત છે. તો અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ આ આંકડો 2236 છે. ત્યારે નર્મદા જિલ્લામાં 2443 બાળકો કુપોષણનો શિકાર છે.
ADVERTISEMENT
સમગ્ર દેશમાં સૌથી સમૃજદ્ધ રાજ્યમાં એક રાજ્ય ગુજરાતને ગણવામાં આવે તેમ છતાં આજે પણા રાજ્યના બાળકોમાં કુપોષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે આજે વિધાનસભામાં જાહેર થયેલા આંકડાને લઈ સરકારે કુપોષણ બાળકો માટે કરેલી કામગીરી પર સવાલો ઉઠયા છે. રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં છે. દાહોદમાં 18,326 કુપોષિત બાળકો છે. જ્યારે અમદાવાદ જીલ્લામા 2236 કુપોષિત બાળકો છે. આ ઉપરાંત નર્મદા જીલ્લામાં 2443 કુપોષિત બાળકો છે. જ્યારે ડાંગ જીલ્લામા 575 કુપોષિત બાળકો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT