CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક, બજેટ અને કૃષિજગત સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં જંગી લીડ મેળવ્યા બાદ ભાજપ સુપર એક્ટિવ થઈ ગઈ છે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટમાં બેઠક મળવા જઈ રહી છે. જેમાં કોવિડની સ્થિતિની સમિક્ષા સહિત આગામી કૃષિ જગતના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. આની સાથે મીડિયા અહેવાલો પ્રમાણે અહીં બજેટને લઈને પણ નીતિ વિષયક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. જાણો આ બેઠક બાદ કેવી રીતે ભૂપેન્દ્ર પટેલની સરકાર વિકાસલક્ષી કામોને વેગવંતા કરશે. વિગતવાર માહિતી પર નજર કરીએ…

બજેટની તૈયારીઓ…
મુખ્યમંત્રીની આગેવાની હેઠળ મળનારી બેઠકમાં કોવિડની સ્થિતિ, કૃષિ જગતને લઈને ચર્ચાઓ થઈ શકે છે. આની સાથે વેક્સિનેશનની ગતિ તથા ડોઝની સાથે G20 બેઠકના મુદ્દાઓને આવરી લેવામાં આવશે. આની સાથે રાજ્ય સરકાર હવે આગામી સમયમાં વિવિધ આયોજનો પર નજર કરશે. તથા બજેટની તૈયારીઓનું અવલોકન પણ કરવામાં આવશે. આ બેઠકમાં બજેટ, જનસુવિધા, ઈમોડ્યુલ સુધીના અમલિકરણ મુદ્દે ચર્ચા થઈ શકે છે.

વ્યાજખોરો સામે લાલ આંખ…
અત્યારે વ્યાજખોરોના ત્રાસને નાબૂદ કરવા માટે સરકાર કાર્યરત છે. અવાર નવાર કેટલાક વ્યાજખોરોના આતંકના કારણે પરિવાર વિખેરાઈ જાય છે. પઠાણી ઉઘરાણી અને વ્યાજના દરને જોતા લોકોએ આત્મહત્યા કરવાની ફરજ પડે છે. આવામાં પોલીસ પણ અત્યારે એલર્ટ મોડ પર આવી ગઈ છે. અને આવા વ્યાજખોરો સામે કડક પગલા ભરવા માટે એક્ટિવ થઈ ગઈ છે.

ADVERTISEMENT

જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી, મોંઘી ટિકિટો પર મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા સામે ત્રણ વન-ડે શ્રેણી તેમના જ ઘરમાં રમી રહી છે. આ સીરિઝ હેઠળ છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટની કિંમત ઘણી વધારે રાખવામાં આવી છે. આ મોંઘી ટિકિટોના કારણે કેરળની રાજ્ય સરકાર ટીકાનો સામનો કરી રહી છે. પરંતુ આ દરમિયાન કેરળના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી અબ્દુર્રહિમે વિવાદાસ્પદ નિવેદન આપીને મોંઘવારીની આગને ભડકાવી દીધી છે. રમતગમત મંત્રીએ કહ્યું છે કે ભૂખે મરતા લોકોએ મેચ જોવાની જરૂર નથી.

ADVERTISEMENT

ઉત્તરાયણ પહેલા જાણો કે પંતગ ચગાવવા પૂરતો પવન ફૂંકાશે કે નહીં, હવામાન વિભાગે કહ્યું કે…

ADVERTISEMENT

ઉત્તરાયણ રસિકોમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વખતે સારો પવન ફૂંકાઈ શકે છે. પતંગ રસિકો ઉત્તરાયણની મોજ માણી શકે છે. એટલું જ નહીં જોકે આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે ઠંડી પડવાની સંભાવના પણ જોવા મળી રહી છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર પડશે એના પર પણ નજર કરીએ.

    follow whatsapp

    ADVERTISEMENT