જામનગર ઉત્તર બેઠક પર પક્ષ કરતાં વધુ વ્યક્તિનું મહત્વ, જાણો આ સીટનું રાજકીય સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક, વડોદરા: જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તાર એ ગુજરાતના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક 182 વિધાનસભા બેઠકોમાંથી 78મા ક્રમની બેઠક છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર જીવનભાઈ આહીરને જંગી બહુમતીથી હરાવીને જીત મેળવી હતી. આ બેઠક પર પક્ષ કરતાં વધુ વ્યક્તિને મહત્વ મળ્યું છે.

ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આ બેઠક પર દબદબો
હકુભા તરીકે જાણીતા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ મુલુભાઈ બેરાને 9448 મતોના માર્જીનથી હરાવ્યા હતા. જેના પરથી કહી શકાય કે પક્ષ ગમે તે હોય, હકુભા સતત બે વખત આ બેઠક જીતતા આવ્યા છે.

જ્ઞાતિનું સમીકરણ
આ બેઠક પર મુસ્લિમ મતદારો તેમજ લેઉઆ પટેલ અને કડવા પટેલ, એસસી અને એસટી મતદારો અને બ્રાહ્મણ અને વણિક મતદારોનું પ્રભુત્વ છે. તો મુસ્લિમ મતદારોની સંખ્યા 13.86 ટકા, આહીર સમાજ 5.69 ટકા, SC અને ST મતદારોની સંખ્યા 14.92 ટકા છે.

ADVERTISEMENT

વિસ્તારની સમસ્યા
કોર્પોરેશન અને પોલીસની અવદશાની સાથે જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. જામનગર શહેર રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇનની સુવિધા અને પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો 2022ની વિધાનસભા ચૂંટણી લડી શકે છે.

2017નું ગણિત
જામનગર ઉત્તર વિધાનસભા સીટ જનરલ સીટ છે. આ સીટ પર 263375  મતદારો નોંધાયા છે. જેમાંથી 134699 પુરુષ મતદારો તથા 128675 મહિલા મતદારો છે. જ્યારે અન્ય 1 મતદાર છે.  2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર જીવનભાઈ આહીર મેદાને હતા. જેમાં ભાજપના ઉમેદવારને 84327 મત (58.95%) મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 43364 મત (30.31%)મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર હકુભા જાડેજા વિજેતા થયા હતા.

ADVERTISEMENT

શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
વર્ષ 2017માં વિજેતા થયા બાદ તેમને રૂપની સરકારના મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વર્ષ 2021માં રૂપાણીના રાજીમનામાં બાદ હકુભાને રિપીટ કરવામાં ન આવ્યા. ભાજપની આ સીટ પર નજર રહેશે. ભાજપ હકુભાને ફરી આ બેઠક પરથી ચૂંટણી લડાવશે કે મંત્રી મંડળની જેમ પડતા મુકવામાં આવશે? એ જોવાનું રહ્યું. નવા સીમાંકન બાદ વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી છે આ બેઠક. આ બેઠક પર હકુભા જાડેજાનો દબદબો રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં આમ આદમી પાર્ટી મેદાને છે ત્યારે આમ આદમી પાર્ટી મતોનું વિભાજન કરી અને તમામ રાજકીય સમીકરણો બગડી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT