મોરબી દુર્ઘટનાગ્રસ્તોના પરિવારને વધારાનું વળતર ચૂકવાશે, ઈજાગ્રસ્તોને પણ આર્થિક સહાય કરાશે..
મોરબીઃ ઝૂલતો પૂલ તૂટી જવાથી મોતનું તાંડવ સર્જાયું હતું. ત્યારે આ દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. નોંધનીય છે કે હાઈકોર્ટમાં મોરબી નગરપાલિકા અને રાજ્ય…
ADVERTISEMENT
મોરબીઃ ઝૂલતો પૂલ તૂટી જવાથી મોતનું તાંડવ સર્જાયું હતું. ત્યારે આ દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. નોંધનીય છે કે હાઈકોર્ટમાં મોરબી નગરપાલિકા અને રાજ્ય સરકારે સોગંદનામુ કર્યું છે. આ સોંગદનામા મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવાર જનોને વધારાનું વળતર ચૂકવવામાં આવશે. મૃત્યુ પામેલી પ્રત્યેક વ્યક્તિદીઠ 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. આની સાથે જ ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને 1 લાખ રૂપિયાનું વળતર પણ ચૂકવવામાં આવશે.
હાઈકોર્ટે કયા મુદ્દે ટકોર કરી..
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતમાં હેરિટેજ ઈમારતોની જાળવણી રાખવા હાઈકોર્ટે ટકોર કરી છે. મોરબી દુર્ઘટના જેવી સ્થિતિ ફરીથી ન ઉભી થાય એના માટે ટકોર કરાઈ છે. અગાઉ જોવા જઈએ તો મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી 4 લાખ રૂપિયા તથા પ્રધાનમંત્રી રિલીફ ફંડમાંથી 2 લાખ રૂપિયા મોરબી દુર્ઘટનાગ્રસ્તોના પરિવારજનોને આપવામાં આવ્યા હતા. આના સિવાય સરકાર વધુ ચાર લાખ રૂપિયા ચૂકવશે એવા અહેવાલો મળી રહ્યા છે. આવી રીતે કુલ 10 લાખની રકમ મૃતકના પરિવારજનોને આપવામાં આવશે.
દુર્ઘટનાગ્રસ્તોની આત્માની શાંતિ માટે હવન પણ કરાયો હતો…
મોરબી વિધાનસભા સીટ પરના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા થોડા સમયગાળા પહેલા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા દુર્ઘટનાગ્રસ્તોની શાંતિ માટે આ ખાસ યજ્ઞ કરાયો હતો. નોંધનીય છે કે મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત નીપજ્યા હતા. આના કારણે ઘણા પરિવારો પિંખાઈ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT