મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, બજેટ સત્ર તેમજ જી-20ના આયોજન સહિતના મુદ્દે થશે ચર્ચા
ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ ફરી એકશન મોડ પર જોવા મળી રહ્યા છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ…
ADVERTISEMENT
ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ ફરી એકશન મોડ પર જોવા મળી રહ્યા છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠક નવી શિક્ષણનીતીના મુદ્દે થઈ શકે છે ચર્ચા. ગુજરાતમાં ધોરણ 1માં વય મર્યાદાને લઈને પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત જી-20ના આયોજન અંગે પણ વાતચીત થઈ શકે છે.
રાજ્યમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ મુદ્દે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં G20ના આયોજન સંદર્ભે ચાલતી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિના અમલીકરણ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. વિધાનસભાના આગામી બજેટ સત્રને કેબિનેટમાં બહાલી અપાઇ શકે છે તથા બજેટ સત્રમાં લાવનારા નવા સરકારી વિધેયક અને સુધારા વિધેયક અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. રાજ્ય સરકારની નીતિવિષયક બાબતો અંગે પણ થશે ચર્ચા.
આ પણ વાંચો: ‘વિદેશ જતા વિદ્યાર્થીઓને 6-6 મહિના સુધી સરકારી યોજનામાં લોન નથી મળતી’, BJP MLAએ ખોલી પોલ
ADVERTISEMENT
રવી પાકના વાવેતર અંગે થશે ચર્ચા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચિત મુદ્દો એટલે કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે રાજ્યમાં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી 6 વર્ષની જેની ઉંમર હોય તેવા જ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે.ત્યારે આ નવી શિક્ષણ નીતિ મુજબનો 6 વર્ષની વયનો આ નિયમ જાળવી રાખવો કે બદલવો તે અંગે આજે નિર્ણય કરવામાં આવી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં રાજ્યમાં થયેલા રવી પાકના વાવેતર અંગે પણ કેબિનેટમાં ચર્ચા થઈ શકે છે.
વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT