BJPમાંથી સસ્પેન્ડ થયેલા નેતાએ કહ્યું- સેટિંગબાજી કરીને પાર્ટીમાં ટિકિટ વેચાઈ, મારી સભામાં વધુ ભીડ ઉમટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે માલપુર ખાતે અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની જાહેરસભામાં જનમેદની ઉમટી હતી. તેમણે અરવલ્લીમાં ત્રીજુ શક્તિ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે પાર્ટીમાં સેટિંગબાજી થઈ ટિકિટ વહેંચણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો બીજી બાજુ પોતાની સભામાં કેન્દ્રના મંત્રી કરતા વધુ ભીડ ઉમટી હોવાનો પણ દાવો કર્યો છે. ચલો તેમના નિવેદન પર નજર કરીએ…

ભાજપથી સસ્પેન્ડ થયા બાદ પહેલી સભા…
માલપુરમાં અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી સસ્પેન્ડ થયા પછી પહેલી સભા કરી છે. આ દરમિયાન હજારો કાર્યકર્તાઓને ધવસિંહે સંબોધ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્રના નેતાઓ કરતા પણ વધારે ભીડ તો મારી સભામાં જોવા મળી રહી છે.

ADVERTISEMENT

મારા મતદારો સાથે ગદ્દારી થઈ- ધવલસિંહ
ધવલસિંહ ઝાલાએ પોતાના સંબોધનમાં કહ્યું કે મને ટિકિટ નહીં આપીને મારા મતદારો સાથે ગદ્દારી કરી છે. ભાજપમાં સેટિંગ બાજી થઈને ટિકિટની વહેંચણી થઈ હોવાનો આક્ષોપ પણ લગાવ્યો હતો. આની સાથે તેમણે કહ્યું કે મને મનાવવાનો પણ પૂરતો પ્રયાસ કરવામાં નહોતો આવ્યો. આના કારણે હું તકલીફમાં છું. આ દરમિયાન તેમણે બંને પાર્ટી ભાજપ અને કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા.

With Input: હિતેશ સુતરિયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT