નવરાત્રીની આઠમે વરાછાના ઉમિયાધામમાં મહાઆરતી, હજારો દીવડાથી ઝમગમી ઉઠ્યું મંદિર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: નવરાત્રીના આઠમે આજે સુરતના વરાછા ઉમિયાધામ મંદિરમાં હજારો માઇ ભક્તોએ હાથમાં દીવડા લઈને માતાજીની મહા આરતી ઉતારી હતી. મહા આરતી દરમિયાન મંદિરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઝલક પણ લાઈટિંગથી જોવા મળી હતી. હજારો લોકોના હાથમાં દીવડાથી મંદિર જગમગી ઉઠ્યું હતું. મહા આરતીમાં કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી દર્શના બેન જરદોશ અને ગુજરાત સરકારના કેન્દ્રિય મંત્રી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ ઉમિયા ધામ મંદિર પરિસરમાં મહાઆરતીનું આયોજન થયું હતું.

 

ADVERTISEMENT

સુરતના વરાછા ખાતે આવેલા ઉમિયાધામ મંદિરમાં મહા આરતીનો નજારો બે વર્ષ બાદ જોવા મળ્યો હતો. કોરોના કાળ બાદ પહેલીવાર નવરાત્રીના આ પાવન પર્વની આઠમ પર મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં હજારો ભક્ત મંદિર પ્રાંગણમાં માતાજીની આરતી ઉતારવા એકઠા થયા હતા. ડ્રોનથી લેવાયેલી આ તસવીરમાં મહા આરતીનો નજારો મંદિર પ્રાંગણમાં અદભુત જોઈ શકાય છે. સુરતના ઉમિયા ધામ મંદિરમાં નવરાત્રીની આઠમે દર વર્ષે મહા આરતીનું આયોજન થાય છે. જેમાં સામેલ થનારા હજારો ભક્તોના હાથમાં પ્રજ્વલિત દીવડા લઈને મહા આરતી કરે છે.

 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT