Surat: ફિલ્મી ઢબે હત્યારાને દબોચ્યો! આરોપીને પકડવા સુરત પોલીસ UPમાં બની ખેત મજૂર, આ રીતે ખેલ પાડ્યો

ADVERTISEMENT

surat crime news
કાનૂન કે હાથ લંબે હોતે હૈ!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

1994માં હત્યા બાદ અત્યારે ઝડપાયો આરોપી

point

સુરત પોલીસે અયોધ્યાથી આરોપીને ઝડપી પાડ્યો

point

આરોપીને પકડવા પોલીસ ખેત મજૂર બની

Surat Crime News: સુરતના નવી સિવિલ રોડ પાસે વર્ષ 1994માં 4 મિત્રોએ એક યુવકની હત્યા કરી તેમાં 3 શખ્સો ભૂતકાળમાં પકડાઈ ગયા હતા. પરંતુ તે કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને 31 વર્ષ બાદ ઉત્તરપ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે ખેતરમાં મજૂરી કામ કર્યું અને ગળામાં ગમછો વીંટી યુપીવાસી બન્યા ત્યારે માંડ આ આરોપી હાથ લાગ્યો હતો. 

65 વર્ષની વૃદ્ધવસ્થામાં હવે જેલ ભોગવશે

આ ઉપરાંત આરોપીએ 2001માં હથિયાર સાથે ઝડપાયો હતો અને તે વર્ષે જ સરપંચની ચૂંટણીમાં વિપક્ષના એક વ્યક્તિ પર ફાયરિંગ કરી પતાવી દીધો હતો, પરંતુ 2021માં તેના સારા ચાલચલનને લીધે જેલ મુક્તિ મળી હતી, ત્યાં ફરી તેના માથે પાપ પોકારતું હોય તેમ સુરતમાં હત્યા કેસ મામલે પોલીસ હાથ પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તેણએ 34 વર્ષની યુવાવસ્થામાં ગુનો કર્યો હતો અને હવે 65 વર્ષની વૃદ્ધવસ્થામાં હવે જેલ ભોગવશે.

1994માં સુરતમાં કરી હતી હત્યા

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીએ જણાવ્યું કે, ગત 3 જાન્યુઆરી 1994ના રોજ સુરતના ભટાર અઝાદનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા અને નવી સિવિલ રોડ કાપડીયા હેલ્થ સેન્ટર પાસે પાનનો ગલ્લો ચલાવતા રામુભાઈ રેવાભાઈ ભરવાડની હત્યા કરવામાં આવી હતી. 

ADVERTISEMENT

31 વર્ષથી ફરાર હતો આરોપી

રામુભાઈ પાનનો ગલ્લો રોડ પર રાખવા બાબતે રામદયાલ શિવરામ પાંડે, ડાકુવા રંકનિધિ પ્રધાન, સંતોષ મોતીરામ, જયપ્રકાશ મૌર્યા અને બાબુ ઉર્ફે મિથુન શાહુ દ્વારા તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી છાતી અને પીઠમાં જીવલેણ ઘા મારી હત્યા કરી તમામ ફરાર થઈ ગયા હતા. 

અયોધ્યાથી ઝડપાયો આરોપી

આ ગુનામાં જે તે સમયે 3 શખ્સો ઝડપાઈ ચૂક્યા હતા અને વોન્ટેડ રામદયાલ પાંડે હત્યા કરીને વતન પહોંચ્યો હતો. સુરત પોલીસે તેને પકડવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ તે પકડાયો ન હતો. ત્યારે હત્યાના 31 વર્ષ બાદ તેને ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે. 

ADVERTISEMENT

રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT