સુરતના ભાજપ પ્રમુખને મહિલા સાથેના બીભત્સ વીડિયો મુદ્દે કરાયા સસ્પેન્ડ, પક્ષની છબી ખરડાતા એક્શન લેવાયા
સુરતઃ સોશિયલ મીડિયામાં બારડોલી તાલુકા પંચાયત સભ્ય અને સુમુલ ડેરીના ડિરેક્ટર અજીત પટેલનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેઓ મહિલા સાથે બીભત્સ હરકતો કરતા…
ADVERTISEMENT
સુરતઃ સોશિયલ મીડિયામાં બારડોલી તાલુકા પંચાયત સભ્ય અને સુમુલ ડેરીના ડિરેક્ટર અજીત પટેલનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેઓ મહિલા સાથે બીભત્સ હરકતો કરતા નજરે પડ્યા હતા. આ વીડિયોએ રાજકીય ભૂકંપ સર્જી દીધો હતો અને જેના પગલે પક્ષ દ્વારા તાત્કાલિક ધોરણે અજિત પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે જોવા જઈએ તો કોંગ્રેસ મહિલા મોરચો પણ આ મુદ્દે મેદાનમાં ઉતરશે અને અજિત પટેલના બીભત્સ વીડિયો અંગે કોંગ્રેસમાં આવેદનપત્ર રજૂ કરશે.
મહિલા સાથે રંગરેલીયા મનાવતા નેતાનો વીડિયો વાઈરલ
બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને સુમુલ ડેરીના ડાયરેક્ટર અજીત પટેલનો (Ajit Patel) એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ મહિલા સાથે બિભત્સ હરકત કરતા હોવાનું દેખાય છે. નેતાનો મહિલા સાથે રંગરેલીયા મનાવતો વીડિયો સામે આવતા રાજકીય ક્ષેત્રે આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. જોકે Gujarat Tak આ કથિત વાઈરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
શું છે કથિત વાઈરલ વીડિયોમાં?
ભાજપના નેતા અજીત પટેલના કથિત વાઈરલ વીડિયોમાં એક મહિલા અર્ધનગ્ન હાલતમાં દરવાજો ખોલીને બહાર આવે છે. ત્યાર બાદ આ નેતા પણ બહારથી ઘરના દરવાજા તરફ આવે છે અને મહિલાને ભેટી પડે છે. રાત્રીના અંધારામાં નેતાની આ બિભત્સ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે.
ADVERTISEMENT
જોકે આ વીડિયો આવતા સુરતના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. તાલુકા પંચાયતના સભ્ય અને સુમુલ ડેરીના ડાયરેક્ટર પદે રહેલા આગેવાનની જાહેરમાં આ પ્રકારની બિભત્સ હરકતનો કથિત વીડિયો આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT