સુરતમાં AAPના નારાજ કાર્યકર્તાઓના મહાસંમેલનમાં ભાજપના કાર્યકરો પહોંચી ગયા?
સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત શહેરમાં આમ આદમી પાર્ટી પૂર્વ ઉપ પ્રમૂખ રાજુ દેઓરાએ કતારગામ વિધાનસભા વિસ્તારમાંથી ટિકિટ માંગી હતી. પણ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ નહીં…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત શહેરમાં આમ આદમી પાર્ટી પૂર્વ ઉપ પ્રમૂખ રાજુ દેઓરાએ કતારગામ વિધાનસભા વિસ્તારમાંથી ટિકિટ માંગી હતી. પણ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ નહીં અપાતા તેઓ નારાજ થઈ ગયા છે. ગઈકાલે કતારગામ વિસ્તારમાં એક સમગ્ર ગુજરાતમાંથી 10 હજાર કાર્યકર્તાઓનો સંમેલન બોલાવવાનો દાવો કર્યો હતો, પણ 500 કાર્યકર્તા પણ સંમેલનમાં જોડાયા ના હતા. AAPના નારાજ કાર્યકર્તાઓના આ સંમેલનમાં ભાજપના કાર્યકર્તા પણ જોડાયા હતા એટલે આ સંમેલનની સચ્ચાઈ જાણીને તમને પણ નવાઈ લાગશે!
10 હજાર નારાજ કાર્યકરોની સામે 500 લોકો દેખાયા
સુરતમાં દેઓરાએ ગઈકાલે AAP બંધારણ રક્ષક સમીતિ દ્વારા AAPના નારાજ ક્રાંતિકારી કાર્યકર્તાનું મહાસંમેલન બોલાવાયું હતું. આપના પૂર્વ ઉપ પ્રમુખ રાજુ દિયોરાએ આ મહાસંમેલન બોલાવ્યું હતું અને AAPના 10 હજારથી પણ વધુ નારાજ કાર્યકર્તાઓ આ મહાસંમેલનમાં જોડાવા હોવાનું કહ્યું હતું. જ્યારે Gujarat Tak દ્વારા આ મહાસંમેલનમાં જઈને હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવતા કંઈક અલગ જ બાબત સામે આવી હતી. 10000ની નારાજ કાર્યકર્તાઓની વાત વચ્ચે સંમેલનમાં માંડ 500 લોકો દેખાયા હતા, ઉપરાંત કેટલાક લોકોએ તો ભાજપના કાર્યકર્તા હોવાનું સ્વીકાર્યું હતું અને તેમને આ માટે બોલાવવામાં પણ આવ્યા હોવાનું કહ્યું હતું.
ટિકિટ ન મળતા રાજુ દિયોરા પાર્ટીથી નારાજ
રાજુ દિયોરાએ કહ્યું, હું 22 મહિનાથી AAPમાં જોડાયેલો છું. AAP છોડવા નથી આવ્યો, હું પાર્ટીમાં જ છું. ગુજરાતભરમાં પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની સાથે અન્યાય થયો છે તેમના ન્યાય માટે લડત લડીશું. જે-જે લોકો બે-બે વર્ષથી કામ કરી રહ્યા છે, પાર્ટીની વિચારધારા ઘરે ઘરે સુધી પહોંચાડવા જતા તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા છે અને નવા નવા લોકોને પૈસા લઈને ટિકિટ આપવામાં આવી છે. મેં કતારગામથી ટિકિટ માગી હતી. ગુજરાતના 80 ટકા કાર્યકર્તાઓ નારાજ છે.
ADVERTISEMENT
સી.આર પાટીલને બતાવી દિધા સુરત AAPના પ્રમુખ
જોકે કેટલાક લોકોને સુરતમાં AAPના પ્રમુખ કોણ છે તે જ નહોતી ખબર અને કોઈએ તો સી.આર પાટીલને સુરતમાં AAPના પ્રમુખ બતાવી દીધા.જ્યારે એક વ્યક્તિએ તો ભાજપના કાર્યકર્તાઓ પણ અહીં આવ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. ત્યાં ઉપસ્થિત મનોજ ડોગરીયાએ કહ્યું હતું કે, બોલાવવામાં આવ્યા હોય તો જ હોયને એમ કહ્યું હતું.
જુઓ સમગ્ર વીડિયો….
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT