નોટબંધી કરવાનો નિર્ણય યોગ્ય હતો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણય પર મહોર મારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો ચૂકાદો આપતા કેન્દ્ર સરકારે 2016માં રૂ.500 અને 1000ની નોટો બંધ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે મોદી સરકારની નોટબંધીના નિર્ણયને પડકારતી 58 અરજીઓ પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો. જસ્ટિસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતામાં 5 જજોની સંવેધાનિક બેન્ચે કહ્યું કે, આર્થિક નિર્ણયોને બદલી શકાય નહીં.

RBI અને કેન્દ્ર વચ્ચે નોટબંધી પહેલા ચર્ચા-વિચારણા થઈ હતી
જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અરજીઓમાં 9 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, 6 મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ધ્યાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નોટબંધી પહેલા કેન્દ્ર અને RBI વચ્ચે ચર્ચા-વિચારણા થઈ હતી. સુપ્રીમ કોર્ટે માન્યું કે નોટબંધીનો નિર્ણય લેતા સમયે અપનાવાયેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. આથી આ અધિસૂચનાને રદ કરવાની કોઈ જરૂર નથી.

ન્યાયમૂર્તિ અબ્દુલ નજીરની અધ્યક્ષતાવાળી 5 જજોને સંવેધાનિક બેન્ચે પાંચ દિવસની ચર્ચા બાદ 7 ડિસેમ્બરે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખી દીધો હતો. ન્યાયમૂર્તિ નજીર પોતાના નિવૃત્તિના બે દિવસ પહેલા નોટબંધી પર ચૂકાદો આપશે. આ બેન્ચમાં ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીર, ન્યાયમૂર્તિ બી.આર ગવઈ, ન્યાયમૂર્તિ એ.એસ બોપન્ના, ન્યાયમૂર્તિ વી. રામાસુબ્રમણ્યમ અને ન્યાયમૂર્તિ બી.વી નાગરત્ના સામેલ છે.

ADVERTISEMENT

અરજીકર્તાઓએ કોર્ટમાં પોતાની દલીલો મૂકી

  • સરકાર દ્વારા અપનાવાયેલી પ્રક્રિયામાં મોટી ખામીઓ હતી અને તેને રદ કરી દેવી જોઈએ.
  • આ પ્રક્રિયાએ દેશના કાયદાના શાનનો મજાક બનાવી દીધો.
  • માત્ર RBIના કેન્દ્રીય બોર્ડની ભલામણ પર જ સરકાર નોટબંધી કરી શકે છે, પરંતુ અહી પ્રક્રિયાને ઉલટાવી દેવાઈ.
  • કેન્દ્રએ નિર્ણય લેતા દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેને અટકાવી દીધા, જેમાં સરકાર દ્વારા RBIને 7 નવેમ્બરે પત્ર લખવામાં આવ્યો અને RBI બોર્ડની બેઠકની મિનિટ્સ સામેલ છે.

કેન્દ્રએ કોર્ટેમાં મૂકેલા તર્ક

ADVERTISEMENT

  • નોકલી નોટો, મોટા પ્રમાણમાં કાળું નાણુ અને આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા નોટબંધી એક મહત્વપૂર્ણ પગલું હતું.
  • નોટબંધીને અન્ય તમામ આર્થિક નીતિગક ઉપાયોથી અલગ ન જોવી જોઈએ અને તેની તપાસ ન કરવી જોઈએ.
  • આર્થિક વ્યવસ્થાને પહોંચેલા મોટા લાભ અને લોકોને એક વાર થયેલી તકલીફની તુલના ન કરી શકાય.
  • નોટબંધીએ નકલી કરન્સી સિસ્ટમને ઘણી હદ સુધી બહાર કરી નાખી.
  • નોટબંધીથી ડિજિટલ અર્થવ્યવસ્થાને લાભ પહોંચ્યો છે.

RBIએ શું તર્ક આપ્યા?

ADVERTISEMENT

  • કેન્દ્રને ભલામણ કરવા માટે RBI અધિનિયમ અંતર્ગત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું
  • RBIની કેન્દ્રિય બોર્ડની બેઠકમાં નિર્ધારિત કોરમને પૂર્ણ કરવામાં આવ્યું, જેણે ભલામણ કરવા પર નિર્ણય લીધો હતો.
  • લોકોને ઘણી તકો આપવામાં આવી, પૈસા બદલવા માટે મોટા સ્તર પર વ્યવસ્થા કરવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT