શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી મહત્વની જવાબદારી, હરિયાણાના પ્રભારી બનાવાયા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. હવે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થશે આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના દિગજ્જ નેતા શક્તિસિંહ ગોહિલને મહત્વની જવાબદારી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. હવે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થશે આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના દિગજ્જ નેતા શક્તિસિંહ ગોહિલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવાયા.છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજમા હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. હવે ચૂંટણી પૂર્ણ થતાં જ નેતાઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત રાજ્યસભાના સાંસદ અને દિલ્હીના પ્રભારી શક્તિસિંહ ગોહિલને આજે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવાયા છે. જ્યારે દિલ્હીના પ્રભારીનો ચાર્જ પણ તેમની પાસે યથાવત રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રથમ તબક્કામાં ચૂંટણી 89 બેઠકો પર 63.14 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું ત્યારે 89 બેઠકો પર 788 ઉમેદવારો વચ્ચે જંગ હતી. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં થયું હતું અને સૌથી ઓછું મતદાન બોટાદમાં થયું હતું. અનુક્રમે 78.24 ટકા અને 57.58 ટકા મતદાર નોંધાયું હતું.
ADVERTISEMENT
બીજા તબક્કાની ચૂંટણી માટે 64.39 ટકા મતદાન થયું
ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં બીજા તબક્કાનું મતદાન થયું ત્યારે 93 બેઠકો પર 833 ઉમેદવારો વચ્ચે જંગ હતી. 5 ડિસેમ્બરે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 64.39 ટકા મતદાન થયું હતું.
ADVERTISEMENT