Lok Sabha Election 2024: ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી? તારીખને લઈને આવી મોટી અપડેટ

ADVERTISEMENT

 લોકસભાની ચૂંટણીની તારીખને લઈને મોટી અપડેટ
Lok Sabha Election 2024
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

લોકસભાની ચૂંટણીની તારીખોને લઈને મોટા સમાચાર

point

માર્ચના બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો

point

મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે માહિતી

Lok Sabha Election 2024: 2024ની લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે? હાલમાં દરેક આ સવાલનો જવાબ જાણવા માંગે છે. આ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે ECI એટલે કે ભારતીય ચૂંટણી પંચ માર્ચના બીજા સપ્તાહમાં તારીખોની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આયોગ પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ જાણવા માંગે છે. એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે.

9 માર્ચ પછી જાહેર થઈ શકે છે તારીખો

 

ન્યૂઝ18ના એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ 9 માર્ચ પછી તારીખોની જાહેરાત કરી શકે છે. હાલમાં ચૂંટણી અધિકારીઓ રાજ્યોની મુલાકાત લઈને માહિતી એકત્ર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, એવા સંકેત પણ મળી રહ્યા છે કે 2024નું ચૂંટણી કેલેન્ડર 2019 જેવું જ હોઈ શકે છે.

2019નો ચૂંટણી કાર્યક્રમ

 

વર્ષ 2019માં લોકસભાની 543 સીટો માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પંચે 10 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. તે દરમિયાન ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં 18 એપ્રિલે, ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે, ચોથા તબક્કામાં 29 એપ્રિલે, પાંચમા તબક્કામાં 6 મેના રોજ, ત્યારબાદ 12 મેના રોજ અને છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન થયું હતું.

ADVERTISEMENT

23 મેના રોજ પરિણામો થયા હતા જાહેર 

 

જે બાદ 23 મેના રોજ પરિણામો જાહેર થયા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી હતી. લોકસભાની સાથે અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

CEC બિહાર પહોંચ્યા

 

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચનું પ્રતિનિધિમંડળ લોકસભા ચૂંટણી પહેલા બિહારમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા સોમવારે અહીં પહોંચ્યું હતું. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે સીઈસીની સાથે ચૂંટણી કમિશનર અરુણ ગોયલ અને ધર્મેન્દ્ર શર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ રાજ્ય પહોંચ્યા અને આગામી બે દિવસ સુધી અહીં રોકાશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT