નવસારીમાં ચાલુ સ્કૂલે ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/નવસારી: ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, જેને લઈને ચિંતા વધી છે. ક્યારેક ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક બેઠા બેઠા યુવાઓના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ત્યારે નવસારીમાં હવે ધો.12ની વિદ્યાર્થિનીનું સ્કૂલમાં હાર્ટ એટેક આવતા હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયું. 17 વર્ષની વિદ્યાર્થિનીનું આ રીતે મોત થઈ જતા પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે.

સ્કૂલમાં રીશેષ બ્રેક બાદ સીડી ચડતા તબિયત લથડી
વિગતો મુજબ, નવસારી શહેર નજીક આવેલા પરતાપોર ગામમાં એ.બી સ્કૂલમાં ધો.12 સાયન્સની અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થિની તનિષા ગાંધી દરરોજની જેમ આજે સ્કૂલે પહોંચી હતી. અભ્યાસ બાદ સવારે 10 વાગ્યે રીસેશ પડી હતી. 15 મિનિટની બ્રેક બાદ તનિષા પોતાની બહેનપણી સાથે સીડી ચડી રહી હતી. દરમિયાન અચાનક તેની તબિયત લથડી અને તે ઢળી પડી.

બે વર્ષ પહેલા માતાનું કોરોનાથી મોત થયું હતું
તનિષાની તબિયત બગડતા તાત્કાલિક તેને શાળાના સ્ટાફ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ત્યારે અચાનક આ રીતે વિદ્યાર્થિનીનું મોત થતા શાળામાં તથા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તનિષાની માતાનું પણ બે વર્ષ પહેલા જ કોરોનાથી મોત થયું હતું, જ્યારે પરિવારમાં તે અને તેના પિતા જ હતા. હવે પુત્રીનું પણ મોત થતા પરિવારમાં પિતા એકલા રહી ગયા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT