પાટણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી, જાણો બંને પક્ષોની રેલી સામ-સામે આવતા શું થયું હતું..
પાટણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કા પહેલા ભાજપ અને કોંગ્રેસની રેલી ગઈકાલે સામ સામે આવી જતા જોવા…
ADVERTISEMENT
પાટણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કા પહેલા ભાજપ અને કોંગ્રેસની રેલી ગઈકાલે સામ સામે આવી જતા જોવા જેવી થઈ હતી. આ દરમિયાન મીડિયા અહેવાલો પ્રમાણે આ દરમિયાન એકબીજા પર નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે રેલીમાં અસામાજિક તત્વો વધુ હતા. અત્યારે બંને કોંગ્રેસ અને ભાજપના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. ચલો આ ઘટના પર વિગતવાર નજર કરીએ…
ભાજપના ઉમેદવારે કહ્યું કોંગ્રેસનો દાદાગીરી કરે…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાટણ બેઠક ભાજપના મહિલા ઉમેદવાર ડો.રાજુલ દેસાઈએ આ રેલી બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેની રેલીમાં અસામાજિક તત્વો અને ગુંડાઓ જ જોવા મળ્યાહોય એમ લાગી રહ્યું હતું. આ લોકો ખુલ્લી દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે. આની સાથે કોંગ્રેસના ગુંડાઓ દાદાગીરી કરીને મતદાતાઓને ડરાવતા ધમકાવતા હોવાના આરોપો પણ લગાવ્યા હતા.
કોંગ્રેસના નેતાએ આપ્યો વળતો જવાબ..
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે કે ભાજપની રેલીમાં ડોકટરો અને વેપારીઓને બાદ કરતા મોટાભાગે બધા અસામાજિક તત્વો હતા. અમારી રેલી તેમના કરતા 4 ગણી વધુ મોટી હતી. આ જોઈને ભાજપના નેતાઓ અચંબિત થઈ ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT