રાજ્યકક્ષાના મંત્રી ડીંડોરનું નિવેદન કહ્યું, ભગવાન બિરસા મુંડાની મૂર્તિની કોઈ સ્થાપના કરવામાં આવી ન હતી
વીરેન જોશી, મહીસાગર: મહીસાગર જિલ્લાના કડાણા ખાતે આવેલા નંદીનાથ મહાદેવ પર સ્થાપિત કરવામાં આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડીત થઈ હતી. જેના કારણે આદિવાસી સમાજના…
ADVERTISEMENT
વીરેન જોશી, મહીસાગર: મહીસાગર જિલ્લાના કડાણા ખાતે આવેલા નંદીનાથ મહાદેવ પર સ્થાપિત કરવામાં આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડીત થઈ હતી. જેના કારણે આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઇ હતી. આદિવાસીઓ દ્વારા આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી. જે બાબતે આદિવાસી નેતા અને રાજયકક્ષાના મંત્રીએ આપ્યું મોટું નિવેદન આપ્યું છે કે, બિરસા મુંડા ભગવાનની મૂર્તિ કડાણાના નદીનાથ ખાતે છૂટી મૂકી દેવામાં આવી હતી, મૂર્તિની કોઈ સ્થાપના કરવામાં આવી ન હતી
સંતરામપુરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડીંડોર સાથે ગુજરાત તકની વાતચીતમાં તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડીત થઈ તે મામલે કહ્યું કે, બિરસા મુંડા ભગવાનની મૂર્તિ કડાણાના નદીનાથ ખાતે છૂટી મૂકી દેવામાં આવી હતી, મૂર્તિની કોઈ સ્થાપના કરવામાં આવી નહતી. નદીનાથ જગ્યા ઉંચાઈ પર આવેલ છે તેમજ પિકનિક પોઇન્ટ છે તેમજ મૂર્તિ ફાઇબરની હતી માટે બની શકે કે પવનના કારણે અથવા કોઈથી ધકો વાગી ગયો હોય તો પણ મૂર્તિ ખંડિત થઈ હોય શકે છે. એવું પણ બની શકે કે ચૂંટણી નજીકમાં છે તો કોઈ વ્યક્તિએ હલકી રાજનીતિ કરી હોય અને મૂર્તિ ખંડિત કરી હોય. મૂર્તિ ખંડિત થઈ છે તેની તપાસ કરવામાં આવશે ત્યારેજ સાચી માહિતી બહાર આવશે.
ઝડપથી નવી મૂર્તિની સ્થપના કરવી શક્ય નથી
મૂર્તિ ફરીથી મૂકવા મામલે મંત્રીએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ મૂર્તિની સ્થપના કરવાની છે તે જગ્યા ફોરેસ્ટ વિભાગમાં આવે છે માટે મંજૂરી વગર ઝડપથી નવી મૂર્તિની સ્થપના કરવી શક્ય નથી. આદિવાસી સમાજ દ્વારા નવી મૂર્તિની માંગ કરવામાં આવતા તંત્ર દ્વારા નવી ફાઇબરની મૂર્તિ લાવી દેવામાં આવી છે પરંતુ તેની સ્થપના જલ્દી કરવી શક્ય નથી. ફાઇબરની જગ્યાએ પથ્થર બનાવટની મૂર્તિ સ્થપવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
ADVERTISEMENT
આદિવાસી સમાજના લોકો રોષે ભરાયા
કડાણા ખાતે આવેલા નંદીનાથ મહાદેવ પર સ્થાપિત બિરસા મુંડાની મૂર્તિને ખંડિત કરવાના મામલે કાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મૂર્તિ ખંડિત થતા આદિવાસી સમાજના લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. આદિવાસી સમાજના લોકો કડાણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પોલીસ સ્ટેશન બહાર સુત્રોચ્ચાર કરીને આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઇ છે માટે ત્વરીત કાર્યવાહી કરતા ન્યાયની માંગ કરી હતી. આદિવાસી સમાજના લોકોએ ટ્વીટ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઘટનાને પગલે SP અને DY.SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કોઇ સામાજિક સૌહાર્દને નુકસાન ન પહોંચે તે પ્રકારે કાર્યવાહી શરૂ કરી હતી.
ADVERTISEMENT