સુરેન્દ્રનગર ખાતે 22 થી 24 જાન્યુઆરી દરમિયાન મળશે પ્રદેશ ભાજપની કારોબારી, જાણો શું છે તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ભાજપની રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ  થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. પ્રદેશ કારોબારી બેઠક સુરેન્દ્રનગરમાં 23 અને 24 જાન્યુઆરીના રોજ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર ખાતે  મળશે. બેઠકમાં 2024ની ચૂંટણીને લઈ રોડમેપ તૈયાર કરવામાં આવશે. તથા વિધાનસભાની ચૂંટણીમાં થયેલી ઐતિહાસિક જીતને લઈ ચર્ચા કરવામાં આવશે.

સૌ પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન સુરેન્દ્રનગર શહેરમાં તા. 23 અને 24 જાન્યુઆરીના રોજ થશે.  સુરેન્દ્રનગર ખાતે મળનારી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત તમામ ધારાસભ્યો અને કારોબારીના હોદેદારો ભાગ લેશે. તેમજ પ્રદેશ કારોબારીમાં રાષ્ટ્રીય કારોબારીના આર્થિક, રાજકીય પ્રસ્તાવને સમર્થન આપવામાં આવશે.

 આ પણ વાંચો: વ્યાજખોરોને લઈ હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન કહ્યું, સંદેશો અને ચેતવણી મળી ગઇ છે, હવે એક્શનનો લેવાનો સમય

ADVERTISEMENT

600 થી વધુનેતાઓનો કાફલો સુરેન્દ્રનગરમાં 
આગામી 23 અને 24 જાન્યુઆરીના બે દિવસ સુધી સુરેન્દ્રનગરમાં યોજાનાર પ્રદેશની કારોબારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, કેબિનેટ તથા રાજ્યકક્ષાના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સહિત 600 થી વધુ નેતાઓ સુરેન્દ્રનગરમાં ધામા નાંખશે અને કારોબારીમાં ભાગ લેશે. કારોબારી બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર્કિટ હાઉસમાં રોકાણ કરશે. જ્યારે અન્ય નેતાઓ હોટલ તથા કાર્યકર્તાઓન ઘરે રોકાણ કરી તેમનો ઉત્સાહ વધારશે.

રણનીતિ ઘડવામાં આવશે
પંડિત દિનદયાળ હોયલમાં યોજાનારી આ બેઠકમાં ભૂતકાળનુ મુલ્યાંકન વર્તમાનના લેખા જોખા અને ભવિષ્યની રણનીતી ઘડવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ મળેલી કારોબારીમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આવનાર ચૂંટણીઓ અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

ADVERTISEMENT

વીથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, સાજિદ બેલીમ

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT